Independence Day 2023: આજે દેશભરમાં 15મી ઓગસ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, આ વખતે ભારત તેની 77મી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આઝાદીની ક્રાંતિથી લઇને અન્ય પ્રેરક ઘટનાઓ પર ઈન્ડિયન સિનેમામાં કેટલીય ફિલ્મ બનાવવામાં આવી છે. જેને જોઇને દરેક વ્યક્તિના દિલમાં દેશભક્તિની લહેર ઉઠી જાય છે. સ્વતંત્રતા દિવસના અવસરે જાણો કેટલીક એવી ફિલ્મો વિશે જે તમારામાં ફરીથી દેશપ્રેમની લાગણી જન્માવી દેશે. તેમજ ઘરે બેઠા આ ફિલ્મોને ફેમિલી સાથે જોઇને 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરો.
ઉરી
વિકી કૌશલની ફિલ્મ ઉરી – ધ સર્જિકલ સ્ટ્રાઈક એક દેશભક્તિ ફિલ્મ છે અને આ ફિલ્મનો એ ડાયલોગ, ” હિન્દુસ્તાન અબ ચૂપ નહીં રહેગા, યે નયા હિન્દુસ્તાન હૈ, યે ઘર મેં ઘુસેગા ભી ઔર મારેગા ભી” ખૂબ ફેમસ થયો હતો અને આજે પણ બધાને યાદ છે.
કેસરી
ફિલ્મ કેસરી એક્શન વોર આધારિત ફિલ્મ છે. જેમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા પણ મહત્વની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મમાં અક્ષયનો ફેમસ ડાયલોગ છે “એક અંગ્રેજને મુઝસે કહા થા કી તુમ ગુલામ હો, હિન્દુસ્તાન કી ધરતી સે ડરપોક પૈદા હુએ હૈ, આજ જવાબ દેને કા વક્ત આ ગયા હૈ’ જે ખૂબ ફેમસ થયો હતો.
જય હો
સલમાન ખાનની જય હો એક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં સલમાન ખાન મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ભાઇજાનની આ પણ લોકોને ખુબ જ પસંદ આવી હતી. ત્ચારે ફરી એક વખત આજે આ ફિલ્મને ફેમિલી સાથે ઘરે બેસીને જોવો અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરો. સલમાન ખાનની આ ફિલ્મનો એક સંવાદ પણ ખુબ જ ફેમસ છે. “એક સચ્ચે દેશભક્ત આપ ફૌજ સે નિકાલ શકતે હૈ લેકિન ઉનકે દિલ સે દેશભક્તિ નહીં નિકાલ શકતે”.
રાઝી
આલિયા ભટ્ટની ફિલ્મ રાઝી તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાબિત થઈ. આ ફિલ્મમાં આલિયા એક અન્ડરકવર RAW એજન્ટની ભૂમિકામાં જોવા મળી હતી અને ફિલ્મનો એક ડાયલોગ “વતન કે આગે કુછ ભી નહી, ખુદ ભી નહી” ખૂબ જ પ્રચલિત થયો હતો.
ધ લિજેન્ડ ઓફ શહીદ ભગત સિંહ
અજય દેવગનની સુપરહિટ ફિલ્મ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ એ શહીદ ભગત સિંહની બાયોપિક છે. આ ફિલ્મમાં અજય દેવગનનો ડાયલોગ ‘તુમ નમક કા હક અદા કરો ઔર મેં મિટ્ટી કા હક અદા કરતાં હું’ જે બધાને પસંદ આવ્યો હતો.
શેરશાહ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ શેરશાહ સુપરહિટ સાબિત થઈ છે અને તેનો પ્રખ્યાત ડાયલોગ ‘ હમ ફૌજી કે રૂતબે સે બડા કોઈ રૂતબા નહીં હોતા, વરદી કી શાન સે બડી કોઈ શાન નહીં હોતી હૈ ઔર અપને દેશ સે બડા કોઈ ધર્મ નહીં હોતા હૈ’ આ ડાયલોગ પણ ખૂબ જ લોકપ્રિય થયો હતો. આ ફિલ્મ પણ તમે ફેમિલી સાથે જોઇ શકો છો. ફિલ્મની કહાની તમારા રૂવાટા ઉભા કરી દેશે.
સોલ્જર
બોબી દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ સોલ્જરનો પણ આ ખાસ દિવસ પર જોઇ શકાય છે. આ ફિલ્મનો એક ડાયલોગ ‘ જો દેશ કે લીયે જાન દેતે હૈ વો શહીદ કહલાતે હૈ. જો દેશ કે લીયે જાન લેતે હૈ વો કાતિલ નહીં સોલ્જર કહેલાતે હૈ’ જે આજે પણ બધાને યાદ છે.
ગદર
આ યાદીમાંથી સની દેઓલની ફિલ્મ ‘ગદર’નું નામ કેવી રીતે બાકાત રહી શકે? તારા સિંહના પાત્રમાં સનીનો ડાયલોગ- “હમારા હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ ઔર ઝિંદાબાદ રહેગા” આજે પણ લોકોમાં દેશભક્તિ જગાવી દે છે.
મા તુઝે સલામ
સની દેઓલની સુપરહિટ ફિલ્મ ‘મા તુઝે સલામ’ તમને ભાવુક કરી દેશે. આ ફિલ્મનો એક ડાયલોગ “તુમ દૂધ માંગોગે હમ ખીર દેંગે ઔર તુમ કશ્મીર માંગોગે તો હમ ચીર દેંગે” જે આજે પણ બધાને યાદ છે.





