Screen Awards 2025: ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપને ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ, સ્ક્રીન એવોર્ડ્સ 2025 ને બિલકુલ નવા ડિજિટલ-ફર્સ્ટ ફોર્મેટમાં યુટ્યુબ પર રજૂ કરવા બદલ ગર્વનો અનુભવ થઇ રહ્યો છે. SCREEN Awards 2025 પ્રથમ વખત સૌથી પહેલા YouTub પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
આ માત્ર એક એવોર્ડ શો નથી, એક મોટો ફેરફાર
આ માત્ર એવોર્ડ આપનાર કાર્યક્રમ નથી. સ્ક્રીન એવોર્ડ્સ હંમેશાં તેમની વિશ્વસનીયતા અને પ્રામાણિકતા માટે જાણીતો છે. વિજેતાઓની પસંદગી સ્ક્રીન એકેડેમી દ્વારા કરવામાં આવશે, જેમાં જાણીતા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોનો સમાવેશ થાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કાએ સ્ક્રીન એવોર્ડ્સ 2025ના ડિજિટલ ફર્સ્ટ સંસ્કરણના આયોજનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતીય સિનેમા એક એવા પ્લેટફોર્મને પાત્ર છે જે કમાણીથી ઉપર ઉઠીને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે. રૂપેરી પડદે કહાની સાંભળનાર આપણા 1.40 અબજ સપનાઓને સાથે લઈને ચાલે છે. આપણા સર્જકો પોતાની પરંપરામાં મૂળ જમાવતા રોમાંચક ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. આ એવોર્ડ ભારતના સૌથી સાહસિક અને ઓરિજિનલ ક્રિએટિવ આત્માનું સન્માન કરશે. અમને આનંદ છે કે યુટ્યુબ પણ અમારા આ ઉત્સાહી પ્રયત્નોમાં ભાગીદાર બની રહ્યું છે.
યુટ્યુબ પર પ્રથમ વખત, સ્ટાર્સ અને ક્રિએટર્સ સાથે
હિન્દી સિનેમાના સૌથી મોટા સ્ટાર્સ અને યુટ્યુબના સૌથી પ્રખ્યાત ક્રિએટર્સ સ્ક્રીન એવોર્ડ્સ 2025માં એક પ્લેટફોર્મ પર એક સાથે આવશે. આ સિને ફેસ્ટિવલ ત્રણ મહિના સુધી ચાલશે, જેમાં રેડ કાર્પેટ, બિહાઇન્ડ ધ સીન્સ, ક્રિએટર કન્ટેન્ટ અને ફેન એન્ગેજમેન્ટ બધુ જ સામેલ હશે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે પાર્ટનરશિપ પર બોલતા યુટ્યુબ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ગુંજન સોનીએ કહ્યું કે અમે એ વાતથી ખૂબ જ ઉત્સાહિત છીએ કે યુટ્યુબ સ્ક્રીન એવોર્ડ્સનું ડિજિટલ હોમ હશે જેમાં આ સાંસ્કૃતિક પ્રતિક તેના નવા તબક્કામાં પ્રવેશ કરશે. યુટ્યુબ એ સ્થાન છે જ્યાં અબજો ચાહકો તેમના મનપસંદ મનોરંજન સાથે જોડાય છે અને અમે ઉત્સાહિત છીએ કે તેઓ સિનેમા જગતના સૌથી મોટી રાતોમાંથી એકને એક નવા, સઘન અનુભવ સાથે અનુભવ કરશે. બોલીવૂડના સૌથી મોટા સ્ટાર્સ અને યુટ્યુબના સૌથી પ્રભાવશાળી ક્રિએટર્સને જોડીને અમે આ પ્રતિષ્ઠિત ઇવેન્ટના આયોજન માટે એક સક્રિય કમ્યુનિટી તૈયાર કરી રહ્યા છીએ અને પ્રશંસકોની સામૂહિક શક્તિને ઉજાગર કરી રહ્યા છીએ.
બદલતા પ્રેક્ષકો અને નવી દિશા
ભારતમાં ઇન્ટરનેટ અને મોબાઇલની ઝડપછી વધતી પહોંચે પ્રેક્ષકોની આદતો બદલી દીધી છે. કનેક્ટેડ ટીવી (CTV) ઉપર પણ યુટ્યુબ સૌથી ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે. આ જ કારણ છે કે સ્ક્રીન એવોર્ડ્સને હવે ડિજિટલ-ફર્સ્ટ બનાવવામાં આવ્યા છે. ComScore ના જણાવ્યા અનુસાર ભારતના 18 વર્ષથી લઇને ઉપરની વયજૂથના દર પાંચમાંથી ચાર ભારતીયો યુટ્યુબ પર કન્ટેન્ટ જુએ છે. વર્ષ 2024માં યૂટ્યૂબને આખી દુનિયામાં દરરોજ 7.5 અબજ વખત જોવામાં આવ્યું હતું.
SCREEN Awards ના ક્યૂરેટર પ્રિયંકા સિન્હા ઝા એ ડિજિટલ ફર્સ્ટ એડિશન વિશે જણાવ્યું હતું કે 1995માં શરુ થયેલા સ્ક્રીન એવોર્ડ્સને ‘ફર્સ્ટ-ટાઇમ’ની સિદ્ધિઓ સાથે ખાસ સંબંધ રહ્યો છે: ભારતનો પ્રથમ જ્યુરી-આધારિત ફિલ્મ એવોર્ડ, પ્રથમ એવોર્ડ શો જેમાં ઓસ્કાર મેનેજમેન્ટે હાજરી આપી અને સમર્થન કર્યું અને આજના ઘણા સુપરસ્ટાર્સનું પ્રથમ સન્માન સ્ક્રીન એવોર્ડ રહ્યું છે. સ્ક્રીન એકેડેમીની શરૂઆત અને યુટ્યુબ સાથેની અમારી ભાગીદારીથી અમે ભારત માટે એક નવું ‘પ્રથમ વખત’ ચિહ્નિત કરી રહ્યા છીએ. દેશના સૌથી વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત પુરસ્કારોને સંપૂર્ણપણે નવી મનોરંજક રીતે પ્રસ્તુત કરવાની અમારી જૂની ઓળખને મજબૂત કરી રહ્યા છીએ.
બ્રાન્ડ્સ અને દર્શકો માટે સુવર્ણ તક
આ એવોર્ડ શો દ્વારા બ્રાન્ડ્સને ભારતમાં સૌથી એક્ટિવ અને જોડાયેલા દર્શકો સુધી પહોંચવાની મોટી તક મળશે.