Pawandeep Rajan | ઈન્ડિયન આઈડોલ 12 વિજેતા પવનદીપ રાજન ગંભીર અકસ્માતમાં ઘાયલ, વિડીયો થયો વાયરલ

Pawandeep Rajan | પવનદીપે (Pawandeep Rajan) 2021 માં ઈન્ડિયન આઈડલનો ખિતાબ જીત્યો હતો. તેણે અરુણિતા કાંજીલાલ, મોહમ્મદ દાનિશ, સાયલી કાંબલે, નિહાલ તૌરો અને ષણમુખા પ્રિયાને હરાવ્યા હતા.

Pawandeep Rajan | પવનદીપે (Pawandeep Rajan) 2021 માં ઈન્ડિયન આઈડલનો ખિતાબ જીત્યો હતો. તેણે અરુણિતા કાંજીલાલ, મોહમ્મદ દાનિશ, સાયલી કાંબલે, નિહાલ તૌરો અને ષણમુખા પ્રિયાને હરાવ્યા હતા.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Indian Idol 12 Winner | Pawandeep Rajan | Pawandeep Rajan Photos

ઈન્ડિયન આઈડોલ 12 વિજેતા પવનદીપ રાજન ગંભીર અકસ્માતમાં ઘાયલ, વિડીયો થયો વાયરલ

Pawandeep Rajan | પવનદીપ રાજન (Pawandeep Rajan) ઈન્ડિયન આઈડલ 12 ના વિજેતા, 5 મે સોમવારના રોજ એક મોટો અકસ્માત થયો છે. એક વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગાયકને ગંભીર ઈજાઓ થઈ છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોશિયલ મીડિયા મુજબ, કાર અકસ્માત અમદાવાદમાં સવારે 3: 40 વાગ્યે થયો હતો.

Advertisment

પવનદીપનું અમદાવાદમાં અકસ્માત

પવનદીપની ટીમ અને ડોકટરો તરફથી સત્તાવાર અપડેટની રાહ જોવાઈ રહી છે. વાયરલ વીડિયોમાં ગાયક ડોકટરોથી ઘેરાયેલા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયાના અહેવાલ મુજબ તેના ડાબા પગ જમણા હાથમાં ઈજા થઈ છે.

પવનદીપ રાજન વિશે (About Pawandeep Rajan)

પવનદીપે 2021 માં ઈન્ડિયન આઈડલનો ખિતાબ જીત્યો હતો. તેણે અરુણિતા કાંજીલાલ, મોહમ્મદ દાનિશ, સાયલી કાંબલે, નિહાલ તૌરો અને ષણમુખા પ્રિયાને હરાવ્યા હતા. ગાયકે ટ્રોફી સાથે ઈનામની રકમ તરીકે 25 લાખ રૂપિયા મેળવ્યા હતા. ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના વતની પવનદીપ 2015 માં ધ વોઈસ ઈન્ડિયાના વિજેતા પણ હતા.

Advertisment

આ પણ વાંચો: Deepika Padukone | માતા બન્યા બાદ દીપિકા પાદુકોણ આગામી આ મુવીઝમાં ધૂમ મચાવશે

ઇન્ડિયન આઇડલ 12 ના પ્રસારણ દરમિયાન, પવનદીપનું નામ તેની સહ-સ્પર્ધક અને ફાઇનલિસ્ટ, અરુણિતા સાથે જોડાયું હતું. શો સમાપ્ત થયા બાદ આ જોડીએ વિવિધ મ્યુઝિક વીડિયો પર સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેઓએ કોન્સર્ટમાં લાઇવ પરફોર્મ પણ કર્યું હતું.

ટ્રેન્ડિંગ ન્યૂઝ મનોરંજન ન્યૂઝ