India’s Top Influencers : બિગ બોસ OTT 2માં મનીષા રાની, એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાનની ખુબ બોલબાલા હતી. આ ત્રણેયને ફેન્સનો ભરપૂર પ્રેમ મળ્યો છે, જેવો બોલિવૂડ સ્ટાર્સને મળતો હોય છે. જે પૈકી એલ્વિશ યાદવે તો બિગ બોસ OTT 2 શો જીતી લીધો. એલ્વિશ યાદવ મનીષા રાની અને અભિષેક મલ્હાનથી સૌથી મોંધો યુટ્યુબર્સ અને વધુ સંપત્તિ ધરાવે છે. શું તમે જાણો છો કે એલ્વિશ યાદવ કરતા પણ મોંધા ઇન્ફલુએન્સર્સ છે. આ યાદીમાં એલ્વિશ અને અભિષેકનું નામ સામેલ નથી. આવો જાણીએ ટોપ યુટ્યુબર્સ અને તેની નેટવર્થ વિષે.
ભુવન બામ
ભુવન બામ તેમની ફની પ્રતિભાના કારણે પ્રચલિત છે. તે ફની વીડિયો દ્વારા લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે. ભુવન બામ ‘બીબી કી વાઇન્સ’થી પણ જાણીતો છે. ફાઇનાન્સિયલ રિપોર્ટ્સ મુજબ, ભુવન બામ કુલ 122 કરોડની સંપત્તિનો માલિક છે. જો ડોલરમાં આંકીએ તો 15 મિલિયન ડોલર થાય. ભુવન બામ ઘણી વેબ સીરિઝ અને ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.
પ્રાજક્તા કોલી
પ્રાજક્તા કોલી મુખ્યરૂપે લોકોની વાતચીત માટે પ્રખ્યાત છે. તેણે તેના કરિયરની શરૂઆત રેડિયો જોકી દ્વારા કરી હતી. જો કે પછી તે જોબ છોડીને પ્રાજકતા કોલી યુટ્યુબમાં સક્રિય થઇ હતી. આજે પ્રાજકતા કોલીના યુટ્યુબ પર 7 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. પ્રાજકતા કોલી બોલિવૂડ ફિલ્મ જુગ જુહ જિયોમાં નજર આવી હતી. આ સાથે તે નેટફ્લિક્સ શો મિસમેચડમાં પણ નજર આવી હતી. પ્રાજકતા કોલીની નેટવર્થની વાત કરીએ તો 16 કરોડની સંપત્તિની માલકિન છે.
રણવીર અલાહાબાદિયા
ટોપ 5 મોંધા ઇન્ફલુએન્સર્સની સૂચિમાં રણવીર અલાહાબાદિયા ત્રીજા સ્થાન પર છે. રણવીર અલાહાબાદિયા Beerbiceps નામથી પ્રચલિત છે. રણવીર અલાહાબાદિયા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર્સ અને મોંક એન્ટરટેનમેન્ટના કો ફાઉન્ડર છે. તે લાઇફ સ્ટાઇલ કોચ અને મોટિવેશનલ સ્પીકર છે. રણવીર શોને પણ હોસ્ટ કરે છે. આ સાથે રણવીર અલાહાબાદિયાના ઇન્ડિયાના ટોપ પોડકાસ્ટ પણ છે. હવે તેની નેટવર્થની વાત કરીએ તો રણવીર 58 કરોડની નેટવર્થ છે.
કુશા કપિલા
કુશા કપિલા ઇન્સ્ટાગ્રામ સેંસેશન છે. તે સાઉથ દિલ્હી આંટીના કેરેક્ટરથી પોપ્યુલર છે અને ફની કન્ટેટને પણ ક્રિએટ કરે છે. કુશા કપિલાએ તેના કરિયરની શરૂઆત એક ફેશન કોરસપોંડેંટ તરીકે કરી હતી. તે તેનું ફેસબુક પેજ idiva અને બિલ્લી માસીથી પોપ્યુલારિટી ધરાવે છે. આ સિવાય કુશા કપિલા નેટફ્લિક્સ ‘મસાબા મસાબા’માં પણ કામ કરી ચૂકી છે.
અજય નાગર
અજય નાગરની વાત કરીએ તો તેઓ Carryminatiથી ખુબ ફેમસ છે. તેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સ છે. અજય કોમેડી વીડિયો બનાવે છે. અજય નાગરની નેટવર્થ 41 કરોડ રૂપિયા હોવાના સમાચાર છે.
માસૂમ મીનાવાલા
માસૂમ મીનાવાલા તેની વૈભવી જીવનશૈલી અને લાઇફસ્ટાઇલ બ્લોગ માટે ખુબ ફેમસ છે. તે ફેશન કંટેટથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે. માસૂમ મીનાવાલા એન્ટરપ્રિન્યોર છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ અને 56.7k થી પણ વધુ સબસ્ક્રાઇબર્સ છે. ત્યારે માસૂમ મીનાવાલાની નેટવર્થ 12 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.





