/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-International-Emmy-Awards-2023_-Shefali-Shah-Vir-Das-Jim-Sarbh-get-nominated-1.jpg)
આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ 2023 માટે શેફાલી શાહ, વીરદાસ અને જિમ સરભ નોમિનેટ થયા છે.
International Emmy Awards 2023 : ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023 માટે નોમિનેશનની યાદી જાહેર કરવામાં આવી છે. આ વખતે Netflix ને ભારત સહિત સાત દેશોમાંથી દસ ગ્લોબલ નોમિનેશન મળ્યા છે. આ ઉપરાંત 20 દેશોના 56 લોકોને 14 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. આ યાદીમાં ત્રણ ભારતીય સ્ટાર્સના નામ પણ સામેલ છે - શેફાલી શાહ, જીમ સરભ અને વીર દાસ. શેફાલીને 'દિલ્હી ક્રાઈમ 2' માટે, જિમને 'રોકેટ બોયઝ' માટે અને વીરને 'વીર દાસ: લેન્ડિંગ' માટે નોમિનેશન મળ્યું છે.
આ ઉપરાંત આ એવોર્ડ ફંક્શનમાં એકતા કપૂરને સન્માનિત કરવામાં આવનાર છે. તેમને પ્રખ્યાત ઇન્ટરનેશનલ એમી ડિરેક્ટોરેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે 20 નવેમ્બરે ન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. આ સમાચારથી ભારતીય કલાકારો ખૂબ જ ખુશ છે. ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ થનારા ભારતીય સ્ટાર્સ અને તેમની સંપત્તિ વિશે ચાલો જાણીયે
શેફાલી શાહ (Shefali Shah)
બોલિવૂડ અભિનેત્રી શેફાલી શાહને નેટફ્લિક્સ સિરીઝ દિલ્હી ક્રાઈમની સીઝન 2 માટે શ્રેષ્ઠ અભિનેત્રીની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. અભિનેત્રીની સાથે ડેનમાર્કની કોની નીલસન, યુકેની બિલી પાઇપર અને મેક્સિકોની કાર્લા સોઝા પણ આ નોમિનેશનમાં સામેલ છે. હવે જો અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો શેફાલી શાહે બે વાર લગ્ન કર્યા છે. અભિનેત્રીના પહેલા લગ્ન હર્ષ છાયા સાથે થયા હતા. આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા પછી અભિનેત્રીએ ફિલ્મ નિર્દેશક વિપુલ શાહ સાથે લગ્ન કર્યા. જો અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે વગભગ 5 કરોડની સંપત્તિ હોવાનું માનવામાં આવી છે.
જિમ સરભ (Jim Sarbh)
શ્રેષ્ઠ અભિનેતા જીમ સરભને રોકેટ બોયઝ 2 શ્રેણીમાં ડો. જે. હોમી ભાભા તરીકેના અભિનય માટે નામાંકિત કરવામાં આવ્યા છે. જીમે આ કેટેગરી આર્જેન્ટિનાના ગુસ્તાવો બાસાની, યુકેના માર્ટિન ફ્રીમેન અને સ્વીડનના જોનાસ કાર્લસન સાથે શેર કરી છે. અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો, 27 ઓગસ્ટ 1987ના રોજ મુંબઈમાં જન્મેલા જિમ સરભ એક પારસી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જીમ પદ્માવત, રાબતા, સંજુ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. અભિનેતાની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તેની કુલ નેટવર્થ 14.23 કરોડ રૂપિયા એટલે કે 19 લાખ ડોલર હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો | પરિણીતી ચોપરાના બ્રાઇડલ લહેંગામાં છુપાયેલી હતી ખાસ નિશાની, તસવીર શેર કરી કર્યો ખુલાસો
વીરદાસ (Virdas)
અભિનેતા અને કોમેડિયન વીર દાસને નેટફ્લિક્સ કોમેડી સ્પેશિયલ 'વીર દાસ: લેન્ડિંગ' માટે નોમિનેશન લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ફ્રાન્સના લે ફ્લેમ્બેઉ, આર્જેન્ટિનાના અલ એન્કાર્ગાડો અને યુકેના પ્રખ્યાત કોમેડી શો 'ડેરી ગર્લ્સ સીઝન 3'ને પણ આ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. વીરદાસનો જન્મ 31 મે 1979ના રોજ થયો હતો. રિપોર્ટ અનુસાર, વીર દાસ એક મહિનામાં અંદાજે 10 થી 15 લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમની પાસે 10 કરોડ રૂપિયાની સંપત્તિ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us