વિશ્વભરમાં આજે 21 જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નિમિત્તે લોકો સ્વાસ્થ પ્રત્યે જાગૃતતા ફેલાવે છે. તેમજ યોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. મેડિકલ સાયન્સમાં પણ યોગને સ્વાસ્થ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે પણ યોગની વાત આવે છે ત્યારે અવારનવાર શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરાનું નામ સર્વપ્રથમ આવે છે. આ બંને એક્ટ્રેસીસ યોગ કરે છે અને પોતાની ફિટનેસથી બધાને પ્રભાવિત કરે છે. પરંતુ આ સિવાય પણ ઘણી એક્ટ્રેસીસ છે, જેમના રૂટીનમાં યોગ પણ સામેલ છે. તેમાંથી અમુક માં પણ છે. તેઓએ યોગ દ્વારા પોતાની જાતની આકર્ષક અને સુંદરતાને જાળવી રાખી છે.
સૌપ્રથમ શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો તે યોગને પોતાના જીવનમાં અહમ બનાવી ચૂકી છે. યોગને લઇને તેની બુક, ડીવીડી પણ માર્કેટમાં ફરે છે. તે યોગ ગુરૂ બનીને લોકોને ફિટનેસ પ્રત્યે પ્રેરિત કરે છે. શિલ્પા શેટ્ટીએ યોગ દ્વારા પોતાની જાતને એટલી ફિટ રાખી છે કે આજે તેને જોઇને કોઇ એવું ના કહે તે 48 વર્ષની છે. આજે યોગા ડે પર શિલ્પા શેટ્ટીએ એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
શિલ્પા શેટ્ટી પછી બીજું નામ બોલિવૂડની હોટ ગર્લ મલાઇકા અરોરાનું આવે છે. મલાઇકા અરોરાને જોતા કોઇ ન કહી શકે તે 49 વર્ષની છે. તે પણ પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. તે ફિટનેસને લઇને ઘણી સજાગ છે.
હવે વાત કરીએ કરીના કપૂરની તો પ્રેગ્નન્સી બાદ પોતાનું વજન ઓછું કરવા માટે બેબોએ યોગનો સહારો લીધો હતો.
આલિયા ભટ્ટ આ દિવસોમાં મધરહૂડને એન્જોય કરી રહી છે. પ્રેગ્નેન્સી દરમિયાન તેનું વજન વધી ગયું હતું, હવે તે યોગની મદદ લઈને ફરી પોતાનું રૂટીન સેટ કરી રહી છે. તે ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે.
જેકી ભગનાની સાથેના રિલેશન માટે જાણીતી રકુલ પ્રીત સિંહ બોલિવૂડ અને સાઉથ બંને ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે ફિટનેસ માટે યોગમાં પણ વિશ્વાસ ધરાવે છે અને અવારનવાર પોતાના યોગ કરતાં ફોટા શેર કરતી રહે છે.
હાલમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળેલી પૂજા હેગડે પણ ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. ખાસ કરીને યોગને તેના રૂટીનમાં સામેલ કરે છે. તે યોગ સાથે જોડાયેલા ફોટા શેર કરતી રહે છે.
ફિલ્મ ‘સીતા રામમ’ અને પછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની હાજરી નોંધાવનાર મૃણાલ ઠાકુરને યોગ પસંદ છે. તે પોતાના દિવસની શરૂઆત યોગાથી કરવાનું પસંદ કરે છે અને ઘણીવાર ફોટો પણ શેર કરે છે.
‘લસ્ટ સ્ટોરીઝ’ ફેમ તમન્ના ભાટિયા આ દિવસોમાં વિજય વર્મા સાથેના રિલેશનને લઈને ચર્ચામાં છે. તેની ફિટનેસ રૂટિન વિશે વાત કરીએ તો તેને યોગ કરવાનું પસંદ છે અને તે નિયમિત રીતે યોગ કરે છે.
જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા કેટલાક સમયથી સિલ્વર સ્ક્રીન પર દેખાઈ નથી અને તે લાઈમ લાઈટથી પણ દૂર છે. જેકલીન ફિટનેસને લઈને સજાગ છે અને ઘણીવાર યોગ સાથે જોડાયેલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.





