IPL 2024 : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને જૂહી ચાવલા બોલિવૂડ અભિનેત્રી સિવાય IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સની (KKR) સહ માલિક પણ છે. હાલમાં દેશભરમાં IPLની ગુંજ છે. ત્યારે જૂહી ચાવલાએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેણે શાહરૂખ ખાન IPL મેચ જોવી પસંદ નથી. એક્ટ્રેસે તેનું ઘણું મજેદાર કારણ જણાવ્યું છે.
જૂહી ચાવલાએ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, શાહરૂખ ખાન સાથે મેચ જોવું સારું નથી. કારણ કે જ્યારે અમારી ટીમ સારું પ્રદર્શન કરી રહી નથી હોતી ત્યારે તે તેનો ગુસ્સો મારા ઉતારે છે.

" class="wp-image-272007" srcset="https://images-gujarati.indianexpress.com/2024/04/juhi-chawla.jpg 1080w, https://images-gujarati.indianexpress.com/2024/04/juhi-chawla.jpg?resize=240,300 240w, https://images-gujarati.indianexpress.com/2024/04/juhi-chawla.jpg?resize=768,960 768w, https://images-gujarati.indianexpress.com/2024/04/juhi-chawla.jpg?resize=819,1024 819w, https://images-gujarati.indianexpress.com/2024/04/juhi-chawla.jpg?resize=650,813 650w" sizes="auto, (max-width: 819px) 100vw, 819px" />
જૂહીએ વધુમાં કહ્યું હતું કે, ‘મેં શાહરૂખ ખાનને કહ્યું કે તે તેની વાત ટીમને જણાવે. તદ્દઉપરાંત જૂહી ચાવલાએ જણાવ્યું કે, અમે Ipl મેચ જોવા માટે સારા નથી, મને લાગે છે કે આ વાત આઇપીએલ ટીમના અનેક માલિકોને પણ લાગૂ પડે છે અને તેઓ તેની ટીમના પ્રદર્શન સમયે પરસેવામાં ઓતપ્રોત નજર આવે છે’.
IANSના અહેવાલ અનુસાર, જૂહી ચાવલાએ Routes 2 Rootsને આપેલા ઇન્ટરવ્યુમાં ખૂલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જૂહી ચાવલા અને શાહરૂખ ખાન ફેમિલી ફ્રેન્ડ છે. બંનેની મિત્રતા દાયકાઓ જૂની છે. જૂહી ચાવલા અને શાહરૂખ ખાને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જૂહી ચાવલાએ જ્યારે શાહરૂખ ખાન અને તેની ફેમિલી ક્રૂઝ કેસમાં ફંસાયા હતા ત્યારે ઘણી મદદ કરી હતી. જૂહી ચાવલાએ જ આર્યન ખાનના બેન બોન્ડની રકમ ભરપાઇ કરી સિગ્નેચર પણ કરી હતી.
શાહરૂખ ખાન અને જૂહી ચાવલા મુવી
શાહરૂખ ખાન અને જૂહી ચાવલાએ ભૂતનાથ, ડર, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની, રામ જાને, ડુપ્લિકેટ, યસ બોસ, રાજૂ બન ગયા જેંટલમેન, વન 2 કા 4 વગેરે જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.





