Ira Khan Wedding : ઇરા ખાને નુપુર શિખરે સંગ કર્યા ક્રિશ્ચન વેડિંગ, જુઓ વીડિયો

Ira Khan Wedding : આમીર ખાનની દિકરી ઇરા ખાને નુપુર શિખરે સાથે ઉદયપુરની તાજ અરવાલી ખાતે ધામધૂમથી લગ્ન કરી લીધા છે. હવે તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

Ira Khan Wedding : આમીર ખાનની દિકરી ઇરા ખાને નુપુર શિખરે સાથે ઉદયપુરની તાજ અરવાલી ખાતે ધામધૂમથી લગ્ન કરી લીધા છે. હવે તેમના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Ira khan | Ira khan Wedding | Ira khan Nupur Shikhre Wedding | Aamir Khan

Ira Khan Wedding : ઇરા ખાન નુપુર શિખરે સાથે આજે ક્રિશ્ચન લગ્નનો વીડિયો સામે આવ્યો

Ira Khan Nupur Shikhre Wedding Photo : બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી ઇરા ખાન સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર નુપુર શિખરે સંગ લગ્નના બંધનમાં બંધાઇ ગઇ. ઇરા ખાન અને નુપુર શિખરેએ 10 જાન્યુઆરીના રોજ ઉદયપુરના અરાવલી પેલેસ ખાતે ક્રિશ્ચન વેડિંગ કર્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Advertisment

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ઇરા ખાન સિમ્પલ શોબર વ્હાઇટ ગાઉનમાં અતિ સુંદર લાગી રહી છે. જ્યારે નુપુર શિખરે ગોલ્ડન બ્લેઝરમાં હેન્ડસમ લાગી રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન ભાવુક થતાં પણ જોવા મળી રહ્યો છે. જે સમયે ઇરા ખાન નુપુર શિખરે રીંગ પહરાવીને જન્મોજન્મ માટે એક બીજાના થઇ ગયા ત્યારે એક્ટરની આંખોમાં આંસુ આવી ગયા હતા.

25 વર્ષની ઇરા ખાને 38 વર્ષીય નુપુર શિખરે સંગ ધામધૂમથી ક્રિશ્ચિન વેડિંગ કર્યા હતા. આ વેડિંગમાં મહારાષ્ટ્રીયન, રાજસ્થાની અને ગુજરાતી ભોજન રાખવામાં આવ્યું હતું. આ ભવ્ય ઉજવણી બાદ બંને પરિવાર મુંબઈ પરત ફરશે અને 13 જાન્યુઆરીના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપરાંત રાજનેતાઓ અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓ પણ તેમાં ભાગ લેશે.

Advertisment

આ પણ વાંચો : શાહિદ કપૂર કૃતિ સેનન લવ સ્ટોરીને મળ્યું નામ, તેરી બાતો મેં એસા ઉલઝા જીયા ફિલ્મનું પોસ્ટર રિલીઝ

નુપુર શિખરે આમિર ખાનનો ટ્રેનર રહી ચુક્યો છે. એટલું જ નહીં નુપુરે સુષ્મિતા સેનને પણ ફિટનેસની ટ્રેનિંગ આપી છે. આ તાલીમ દરમિયાન જ તે આમિર ખાનની પુત્રીને પણ મળ્યો હતો. નૂપુરે આયરા ને પણ ઘણી મદદ કરી હતી, તે ડિપ્રેશનમાં હતી ત્યારે તેને બહાર આવવામાં નૂપુરે મદદ કરી હતી. આમિર ખાને પોતે પણ આ વિશે ઘણી વખત કહ્યું છે. આયરા અને નુપુર બંને એકબીજાના પરિવારની ખૂબ જ નજીક છે અને બંનેએ વર્ષ 2022માં સગાઈ કરી હતી અને હવે લગ્ન પણ કરી લીધા છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ