Ira Khan Wedding : આમીર ખાનની દીકરી ઇરા નુપુર શિખરે સાથે આજે લગ્નના બંધનમાં બંધાશે, આ સ્થળે હશે ભવ્ય રિસેપ્શન

Ira Khan Wedding : આમીર ખાનની દિકરી ઇરા ખાન આજે 3 જાન્યુઆરીએ તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. આમીર ખાનની દિકરી ઇરા ખાન અને નુપુર શિખરેની સગાઈ પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઇટલીમાં થઈ હતી.

Ira Khan Wedding : આમીર ખાનની દિકરી ઇરા ખાન આજે 3 જાન્યુઆરીએ તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. આમીર ખાનની દિકરી ઇરા ખાન અને નુપુર શિખરેની સગાઈ પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઇટલીમાં થઈ હતી.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Ira khan | Ira khan Wedding | Ira khan Nupur Shikhre Wedding | Aamir Khan

Ira Khan Wedding : આમીર ખાનની દીકરી ઇરા ખાન નુપુર શિખરે સાથે આજે લગ્નના બંધનમાં બંધાશે

બોલિવૂડના મિસ્ટર પરફેકશનિસ્ટ એટલે કે આમીર ખાનના ઘરે થોડા જ સમયમાં શરણાઈના સુર ગુંજી ઉઠશે. આમીર એની દીકરીના લગ્ન ને લઈને ખૂબ ઉત્સુક છે. આમીર ખાનની દિકરી ઇરા ખાન આજે 3 જાન્યુઆરીએ તેના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. તાજ લેન્ડ્સ એન્ડ ખાતે રજિસ્ટ્રાર લગ્નના 2-3 દિવસ પછી ઇરા અને નૂપુરના રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ થશે. ખાસ વાત તો એ છે કે આ લગ્ન મહારાષ્ટ્રિયન રિતરિવાજોથી થવાના છે.

Advertisment

તે જ સમયે, રિસેપ્શન 13 જાન્યુઆરીએ મુંબઈના પ્રખ્યાત Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સ હાજરી આપશે. આ રિસેપ્શનમાં આમિરે મહેમાનોને ગિફ્ટ લાવવાની મનાઈ કરી છે અને માત્ર આશીર્વાદ આપવાનું કહ્યું છે.

https://www.instagram.com/p/CyM_MqwIXQe/?hl=en

Jio વર્લ્ડ સેન્ટર મુંબઈના પ્રખ્યાત BKC વિસ્તારમાં છે. અહીં આ ફંકશન માટે બુક કરવામાં આવેલા બોલરૂમમાં એક સાથે 3000 લોકો હાજર રહી શકશે. આ બોલરૂમ Jio વર્લ્ડ સેન્ટરના ત્રીજા માળે છે. આ ત્રીજો માળ 32,280 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.

આમીર ખાનની દિકરી ઇરા ખાન અને નુપુર શિખરેની સગાઈ પાછલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઇટલીમાં થઈ હતી. તેના બે મહિના બાદ કપલે ઇન્ટિમેટ એંગેજમેન્ટ પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં આમીરની બંને એક્સ વાઇફ રીના દત્તા અને કિરણ રાવ, એક્ટ્રેસ ફાતિમા સના શેખ સહિત તેમનો આખો પરિવાર અને નજીકના મિત્રો હાજર હતા. ઇરા અને નુપુરની સગાઈના ફોટો પણ સોશીયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. અને હવે એ દિવસ નજીક આવી ગયો છે જ્યારે આમીરની દીકરી ડોલીમાં બેસીને વિદા થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇરા અને નુપુર 3 જાન્યુઆરીના રોજ લગ્ન બંધનમાં બંધાશે.

Advertisment

આ પણ વાંચો : Bigg Boss 17 : અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂત મર્ડસ કેસમાં ફરી મોટો ખુલાસો કર્યો

મીડીયા રિપોર્ટ મુજબ આમીર ખાનની દીકરીના લગ્નને લઈને ખાન પરિવાર ખૂબ ખુશ છે. કારણકે તેઓ નવા વર્ષની શરૂઆત ધમાકેદાર કરવા જઈ રહ્યા છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ