ઇશા અંબાણીએ ભાઇ અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હીરા અને સોનાથી સજ્જ બ્લાઉઝ પહેર્યું હતુ, જુઓ વીડિયો

Isha Ambani : જામનગર ખાતે 1થી 3 માર્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં ઇશા અંબાણીએ કિંમતી બ્લાઉઝ પહેર્યું હતું. ઇશા અંબાણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

Isha Ambani : જામનગર ખાતે 1થી 3 માર્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં ઇશા અંબાણીએ કિંમતી બ્લાઉઝ પહેર્યું હતું. ઇશા અંબાણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Isha Ambani | Isha Ambani Blouse Made in Diamond and gold jewellery | Anant Radhika Pre Wedding

ઇશા અંબાણીએ ભાઇ અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હીરા અને સોનાના આભૂષણોથી સજ્જ બ્લાઉઝ પહેર્યું (ફોટો ક્રેડિટ ઇન્ડિયન એક્સપ્રેસ)

Isha Ambani : વિશ્વના સૌથી ધનાઢ્ય ઉધોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ (Anant Ambani Radhika Merchant ) જુલાઇ 2024માં લગ્નના બંધનમાં બંધાશે. ત્યારે હાલમાં જ ગુજરાતના જામનગર ખાતે 1થી 3 માર્ચ ભવ્ય પ્રી વેડિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં અનંતની બહેન ઇશા અંબાણી (Isha Ambani) એ એક કાર્યક્રમમાં હીરા, પન્ના અને કિંમતી સ્ટોનથી તૈયાર થયેલું બ્લાઉઝ પહેર્યું હતુ. સાથે જ ઇશા અંબાણીએ અતિ સુંદર જ્વેલરી પણ પહેરી હતી. આ બ્લાઉઝ પરથી તમારી નજર હટાવી મુશ્કેલ છે.

Advertisment

ઇશા અંબાણીનું આ બ્લાઉઝ સેલિબ્રિટીઓમાં ફેમસ ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોસલાએ કર્યું હતું.સંદીપ જાનીએ વીડિયો શેર કરીને કહ્યું કે, આ તમામ જ્વેલરી ઇશાની છે. આ સાથે સંદીપ જાનીએ જણાવ્યું હતું કે, ઇશાએ તેની પાસે રહેલા જડાઉ આભૂષણોના તમામ નાના ટુકડા મને આપ્યા હતા.

publive-image

ઈશા અંબાણીએ પોતાના આ લૂકને વધુ આકર્ષક બનાવવા માટે તેના જ્વેલરી પહેરી હતી. હીરાથી બનેલી આ મલ્ટિલેયર જ્વેલરી તેના દેખાવને વધુ સુંદર બનાવી રહી છે. આ સાથે, તેણીના લુકને પૂર્ણ કરવા માટે, તેણીએ તેના વાળમાં બન બનાવ્યો અને મેકઅપ ન્યૂડ રાખ્યો હતો.

Advertisment

આ પણ વાંચો : Pankaj Tripathi : મિર્ઝાપુરના ‘કાલીન ભૈયા’ પંકજ ત્રિપાઠી એક સમયે વેઇટરનું કામ કરતા હતા, જાણો એક્ટરની નેટવર્થ

ઉલ્લેખનીય છે કે, ઈશા અંબાણીની 12 ડિસેમ્બર 2018માં આનંદ પીરામલ સાથે લગ્ન થયા છે. તેમ જ તેમને જુડવા બાળકો કૃષ્ણા અને આદિયાના છે… ઈશા અંબાણીના સાસરિયામાં તેના પતિ સાથે સાસુ સસરા અને નણંદ રહે છે. ઈશા અંબાણીની નણંદનું નામ છે નંદિની પીરામલ.

અનંત રાધિકા ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ