Iulia Vantur Birthday Celebration Photos : સલમાન ખાન રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ લુલિયા વંતુર બર્થ ડે, ખાન પરિવારે કર્યું સેલિબ્રેશન, જુઓ ફોટા

Iulia Vantur Birthday Celebration Photos : લુલિયા વંતુરએ 24 જુલાઈ 204 ના રોજ તેનો 44મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસ પર તેણે તેના મિત્રો અને પ્રિયજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓથી મળી હતી. આ દરમિયાન સલમાન ખાનના બનેવી અતુલ અગ્નિહોત્રીએ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પોસ્ટ કરેલા ફોટામાં લુલિયા અને પરિવાર સાથે ખાસ દિવસની ઉજવણી કરે છે.

Written by shivani chauhan
Updated : July 25, 2024 15:00 IST
Iulia Vantur Birthday Celebration Photos : સલમાન ખાન  રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ લુલિયા વંતુર બર્થ ડે, ખાન પરિવારે કર્યું સેલિબ્રેશન, જુઓ ફોટા
સલમાન ખાનએ ફેમિલી સાથે રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ યુલિયા વંતુરના જન્મદિવસની ઉજવણી કરી, જુઓ ફોટા

Iulia Vantur Birthday Celebration : સલમાન ખાન (Salman Khan) અને તેનો આખો પરિવાર રોમાનિયન બ્યુટી અને સિંગર લુલિયા વંતુર (Iulia Vantur) સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અભિનેતાએ તેની સાથે ફિલ્મ સુલતાનનું જગ ઘૂમ્યામાં ઉપરાંત રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ માટે સીટી માર જેવી ફિલ્મો માટે સહયોગ કર્યો છે. તાજેતરમાં, અભિનેત્રીએ બુધવારે તેનો 44મો જન્મદિવસ ઉજવ્ય હતો અને ખાન પરિવાર સાથે બર્થ ડે સેલિબ્રેશનની તેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ છે.

Iulia Vantur
સલમાન ખાનએ ફેમિલી સાથે રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ યુલિયા વંતુરના જન્મદિવસની ઉજવણી કરી, જુઓ ફોટા

લુલિયા વંતૂર 44 મા જન્મદિવસની ઉજવણી સલમાન ખાન અને તેના સમગ્ર પરિવાર સાથે

લુલિયા વંતુરએ 24 જુલાઈ 204 ના રોજ તેનો 44મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસ પર તેણે તેના મિત્રો અને પ્રિયજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓથી મળી હતી. આ દરમિયાન સલમાન ખાનના બનેવી અતુલ અગ્નિહોત્રીએ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પોસ્ટ કરેલા ફોટામાં લુલિયા અને પરિવાર સાથે ખાસ દિવસની ઉજવણી કરે છે.

Salman khan rumoured girl friend Iulia Vantur birthday celebration
સલમાન ખાનએ ફેમિલી સાથે રૂમર્ડ ગર્લ ફ્રેન્ડ યુલિયા વંતુરના જન્મદિવસની ઉજવણી કરી, જુઓ ફોટા

આ પણ વાંચો: Bigg Boss 18: બિગ બોસ 18 સીઝન આ તારીખથી શરૂ થશે! શું સલમાન ખાન હોસ્ટ કરશે? આ પ્રથમ કન્ફર્મ સ્પર્ધક

ફોટામાં સલમાન ઉપરાંત, તેની બહેનો અર્પિતા ખાન અને અલવીરા અગ્નિહોત્રી, તેના પતિ આયુષ શર્મા અને અતુલ અગ્નિહોત્રી અને તેમના બાળકોને જોઈ શકીએ છીએ. આ ઉપરાંત, અરબાઝ ખાનના પુત્ર, અરહાન ખાન અને સોહેલ ખાનના પુત્ર નિર્વાણ ખાન પણ એક સ્વીટ ફોટોગ્રાફ માટે પોઝ આપતા જોઈ શકાય છે. પોસ્ટ શેર કરતા અતુલ અગ્નિહોત્રી લખે કે ‘હેપ્પી બર્થડે@vanturiulia’ તેણે દરેકને સાથે ફ્રેમમાં ટેગ પણ કર્યા છે.

આ પણ વાંચો: Sonakshi Sinha : સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નને એક મહિનો, ફિલિપાઈન્સમાં ઉજવણી, જુઓ તસ્વીરો

વર્ષ 2021ના એક ઇન્ટરવ્યૂમાં લૂલિયા વંતુરને પૂછવામાં આવ્યું હતું કે શું તે અને સલમાન ખાન જયારે સમય મળે ત્યારે મ્યુઝિકમાં બોન્ડ ધરાવે છે આના જવાબમાં લુલિયા કહે છે ‘હા તેને સંગીતનો શોખ છે. તે કંપોઝ કરે છે, ગીતો લખે છે અને મને લાગે છે કે સંગીત તેની સફરનો પાર્ટ રહ્યો છે. તે ખૂબ જ સંગીતમય અભિનેતા છે. જો કે તેની પાસે ઘણી હિટ ફિલ્મો છે પરંતુ સાથે સંગીત પણ એક મજબૂત સ્તંભ તરીકેની તેની સફરનો એક ભાગ છે.

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં તેની આવનારી ફિલ્મ સિકંદરમાં વ્યસ્ત છે. એ.આર. મુરુગાદોસ દ્વારા ડાયરેક્ટેડ એક્શન-એન્ટરટેનરને સાજિદ નડિયાદવાલા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને તેમાં રશ્મિકા મંદન્ના, પ્રતિક બબ્બર અને સત્યરાજ મહત્વની ભૂમિકામાં છે. એપ્રિલ 2024માં, ફિલ્મના ઓફિશિયલ ટાઇટલની ઘોષણા કરવામાં આવી હતી. તે આવતા વર્ષે ઈદ 2025 ના રોજ રિલીઝ થવાની છે. આ ઉપરાંત સલમાન ખાન ફિલ્મ કિક 2 પર પણ કામ કરી રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ