Jaane Jaan Trailer : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘જાને જાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં તેની સાથે વિજય વર્મા રોમાન્સ કરતો જોવા મળશે. જયદીપ અહલાવત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 21 સપ્ટેમ્બરે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આપને જણાવી દઇએ કે, કરીના કપૂર અને વિજય વર્મા અભિનીત ફિલ્મ ‘જાને જાન’ સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત એક રસપ્રદ ક્રાઈમ થ્રિલર છે.
આ ફિલ્મમાં કરીના કપૂરના પાત્રની વાત કરીએ તો એક્ટ્રેસ સિંગલ મધરના રોલમાં જોવા મળશે. તો વિજય વર્મા પોલીસની ભૂમિકામાં અને જયદીપ અહલાવત કરીનાના પાડોશીના રોલમાં જોવા મળશે. ફિલ્મની વાર્તા કરીના કપૂરના ઓનસ્ક્રીન પૂર્વ પતિની હત્યા પર કેન્દ્રિત છે.
હવે વાત કરીએ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કરીના, જેનું ઓનસ્ક્રીન નામ મિસિસ ડિસોઝા છે, તે તેના પાડોશીથી એક રહસ્ય છુપાવે છે. વિજય વર્મા, એક પોલીસ અધિકારી, એક કેસની તપાસ માટે કાલિમપોંગમાં છે અને તેની મુખ્ય શંકાસ્પદ શ્રીમતી ડિસોઝા છે. મહત્વનું છે કે, ફિલ્મ ‘જાને જાન’ કીગો હિગાશિનોની બેસ્ટ સેલિંગ જાપાનીઝ નોવેલ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત છે.
કરીના અને વિજયની ફિલ્મ ‘જાને જાન’ 21 સપ્ટેમ્બરે કરીનાના 41માં જન્મદિવસના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે. ‘જાને જાન’નું નિર્દેશન સુજોય ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે, જે ટૂંકી ફિલ્મો અહલ્યા, બદલા અને બોબ બિસ્વાસ જેવી રોમાંચક ફિલ્મો માટે જાણીતા છે. હવે દર્શકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.





