હેન્ડપંપ બાદ પંખો ઉખાડતો જોવા મળ્યો સની દેઓલ, જાટ ફિલ્મનું પ્રથમ પોસ્ટર શેર કર્યું

Jaat Movie First Poster : સની દેઓલે પોતાના બર્થ ડે ના દિવસે ચાહકોને એક ખાસ સરપ્રાઇઝ આપી. પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જાટ'નું પ્રથમ પોસ્ટર શેર કર્યું

Written by Ashish Goyal
October 19, 2024 19:38 IST
હેન્ડપંપ બાદ પંખો ઉખાડતો જોવા મળ્યો સની દેઓલ, જાટ ફિલ્મનું પ્રથમ પોસ્ટર શેર કર્યું
સની દેઓલે પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જાટ'નું પ્રથમ પોસ્ટર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું (તસવીર - સની દેઓલ ઇન્સ્ટાગ્રામ)

Sunny Deol Birthday : બોલિવૂડ એક્ટર સની દેઓલ ગત વર્ષે ‘ગદર 2’થી સ્લિવર સ્ક્રીન પર પરત ફર્યો હતો. આ ફિલ્મમાં તે જબરદસ્ત એક્શન અવતાર જોવા મળ્યો હતો, જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. કમાણીના મામલે આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. સની દેઓલ આજે એટલે કે 19 ઓક્ટોબર પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આવી સ્થિતિમાં આ ખાસ પ્રસંગે તેણે તેના ચાહકોને એક ખાસ સરપ્રાઇઝ પણ આપી છે. સની દેઓલે પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જાટ’નું પ્રથમ પોસ્ટર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે

સની દેઓલે તેના જન્મદિવસ નિમિત્તે તેની નવી ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુકથી પડદો ઉંચક્યો છે.ફિલ્મનું પહેલું પોસ્ટર જોયા બાદ સનીના પ્રશંસકો ખુબ જ ખુશ છે. ચાહકો આતુરતાથી અભિનેતાની નવી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.

ગોપીચંદ મલિનેની દ્વારા નિર્દેશિત

‘જાટ’ ફિલ્મનું દિગ્દર્શન સાઉથના પ્રખ્યાત દિગ્દર્શક ગોપીચંદ મલિનેનીએ કર્યું છે. જણાવી દઈએ કે પ્રશંસકો ડાયરેક્ટર મલિનેનીને ઇન્ટેન્સ એક્શન અને રસપ્રદ સ્ટોરી જોડવા માટે ઓળખે છે અને હવે તેમનું પોસ્ટર જોઈને દર્શકો ખુશ છે. માઇથ્રી મૂવી મેકર્સ અને પીપલ મીડિયા ફેક્ટરીના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘જાટ’ના પોસ્ટરમાં સની દેઓલ હાથમાં એક મોટો પંખો પકડેલો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – શ્રદ્ધા કપૂરે ‘સ્ક્રીન’ લોન્ચ પર શેર કર્યો મેગેઝીન સાથે જોડાયેલો કિસ્સો, ‘સ્ત્રી 3’ ને લઇને કરી વાત

આ પહેલા ‘ગદર 2’માં અભિનેતા હેન્ડપંપને ઉખેડતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે ‘જાટ’નું પોસ્ટર જોઈને સમજાય છે કે આ ફિલ્મમાં પણ દર્શકોને ઘણી એક્શન જોવા મળવાની છે. આ પોસ્ટરને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે માસ એક્શન માટે રાષ્ટ્રીય પરમિટવાળા વ્યક્તિનો પરિચય.

આ સ્ટાર્સ પણ ફિલ્મનો ભાગ બનશે

સની દેઓલ ઉપરાંત અભિનેતા રણદીપ હુડ્ડા, સૈયામી ખેર અને રેજિના કૈસંડ્રા સહિત ઘણા જાણીતા સ્ટાર્સ ફિલ્મ ‘જાટ’માં મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળવાના છે. જોકે મેકર્સે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટનો ખુલાસો કર્યો નથી.

આ ફિલ્મોમાં પણ જોવા મળશે સની દેઓલ

‘ગદર 2’ બાદ હવે આ એક્ટર ‘જાટ’માં જોવા મળશે. આ સાથે તે ‘બોર્ડર 2’ અને ‘લાહોર 1947’ જેવી ફિલ્મોનો પણ ભાગ છે. અનુરાગ સિંહ ‘બોર્ડર 2’ને ડાયરેક્ટ કરી રહ્યા છે. આ સાથે જ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તાએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે અને તેમાં દિલજીત દોસાંઝ, વરુણ ધવન, અહાન શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ દેખાવાના છે. આ સાથે જ ‘લાહોર 1947’નું નિર્દેશન રાજકુમાર સંતોષીએ કર્યું છે અને આમિર ખાન તેનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે અભિનેત્રી પ્રીતિ ઝિંટા પણ જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ