Jackie Shroff Birthday: જેકી શ્રોફ બર્થડે ,એક્ટર કહે છે 'મસ્ત મેં રેહને કા'

Jackie Shroff Birthday 67th Birthday: જેકી શ્રોફ (Jackie Shroff) ની તાજેતરમાં એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલ ફિલ્મ "મસ્ત મેં રહેને કા" (Mast Mein Rahne Ka) દર્શકોને ઘણી પસંદ આવી હતી. જેકી શ્રોફ સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા (Neena Gupta) માં નીના ગુપ્તા પણ છે.

Jackie Shroff Birthday 67th Birthday: જેકી શ્રોફ (Jackie Shroff) ની તાજેતરમાં એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલ ફિલ્મ "મસ્ત મેં રહેને કા" (Mast Mein Rahne Ka) દર્શકોને ઘણી પસંદ આવી હતી. જેકી શ્રોફ સાથે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા (Neena Gupta) માં નીના ગુપ્તા પણ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Jackie Shroff Birthday, Actor Says 'Mast Mein Rahine Ka'

Jackie Shroff : Jackie Shroff : જેકી શ્રોફ બર્થડે,એક્ટર કહે છે 'મસ્ત મેં રહીને કા'

Jackie Shroff 67th Birthday: જેકી શ્રોફ (Jackie Shrof) આજે તેનો 67 મો જન્મદિવસ (Jackie Shrof Birthday) ઉણવી રહ્યો છે. જેકી શ્રોફનું નામ જયકિશન કાકુભાઈ સરાફ છે. પરંતુ સ્ક્રીન નામ જેકી શ્રોફથી જાણીતા છે, એક્ટર તેની બૉલીવુડ ફિલ્મોમાં ખાસ એકટિંગ માટે જાણીતા છે . ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે 13 ભાષાઓમાં 220 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતાને ચાર ફિલ્મફેર એવોર્ડ સહિત ફેન ફોલોઇંગ પણ ઘણી છે.

Advertisment

જેકી શ્રોફ બર્થડે

Jackie Shroff Birthday Photos Images Mast Mein Rehne Ka movies gujarati news sc
Jackie Shroff : જેકી શ્રોફ બર્થડે ,એક્ટર કહે છે 'મસ્ત મેં રહીને કા'

તાજતેરમાં જેકી શ્રોફની એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલ ફિલ્મ "મસ્ત મેં રહેને કા" (Mast Mein Rahne Ka) દર્શકોને ઘણી પસંદ આવી હતી. એક્ટરે 1983ની ફિલ્મમાં 'હીરો' તરીકે ડેબ્યૂ કર્યું હતું.જેકી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફેવરિટ સેલિબ્રિટીઓમાંની એક છે, લોકો તેની ઇઝી ફૂડ રેસિપી ઘરે બનવાનો પ્રયાસ કરે છે, તેની ફેશન અને સ્ટાઇલની પ્રશંસા કરે છે.

આ પણ વાંચો: Shahid Kapoor : શાહિદ કપૂરે તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયાના ટાઇટલનો કર્યો બચાવ, કહે છે…”

ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં અભિનેતા તેના જીવનની ફિલસૂફી સમજાવે છે કે, ''મસ્ત મેં રહેને કા (જીવનનો પૂરો આનંદ માણવો) સિવાય બીજો શું વિકલ્પ છે ? દુઃખમાં જીવવા કરતાં મસ્તે જીવવું સારું. જનતા દુઃખી લોકોને પસંદ નથી કરતી, તેઓ તમારી બાજુમાં બેસશે પણ નહીં. તમને સાંભળનારા બહુ ઓછા લોકો છે, બાકીના લોકો ઈચ્છે છે કે તમે તેમની સ્ટોરી સાંભળે. તેથી, જ્યારે તમે આ દુનિયામાં આવો ત્યારથી જીવનને રાજાની જેમ જીવવું અને તમારા જીવનનો સંપૂર્ણ આનંદ ઉઠાવવો જોઈએ.''

Advertisment

જ્યારે એક્ટરને પૂછવામાં આવ્યું કે ક્યારે નક્કી કર્યું કે તે મુખ્ય ભૂમિકાઓ ભજવવાનું છોડી દેવા માંગે છે, ત્યારે એક્ટરે કહ્યું કે, “આ લાંબા સમય પહેલા થયું હતું. હું મિશન કાશ્મીર અને પરિંદામાં વિલન બન્યો હતો, દેવદાસમાં અલગ ભૂમિકા ભજવી હતી, મારા માટે તેનાથી ક્યારેય ફરક પડ્યો નહીં. ફિલ્મમાં હું કયો રોલ કરી રહ્યો છું તેની મને ચિંતા હોતી નથી. તો શું ફિલ્મનું ટાઇટલ દેવદાસ હોય તો હું ચુન્ની બાબુ હતો. તેથી, મારા માટે તે ખરેખર વાંધો ન હતો.''

એક્ટરે કહ્યું કે, “ હું લોકોનો આભારી છું. હું બદલાયો નથી, મેં એ માનસિકતા સાથે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો કે મને જે કામ મળશે તે કરીશ, મારા મનને જે યોગ્ય લાગે તે કરીશ. તેથી મને મિશન કાશ્મીરમાં ખલનાયક બનવું સ્વાભાવિક રીતે આવ્યું, સાંઈ બાબામાં બાબા, યાદીનમાં પિતા, રંગીલામાં રોમાન્સ કર્યો હતો. હું મારા જીવનમાં જે પણ આવે તેનો સામનો કરવા માટે તૈયાર છું.''

જેકીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ચાહકોને આકર્ષિત કર્યા છે. તે કહે છે કે તે કોઈ એક્ટ મૂકતો નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર માત્ર પોતે જ છે તે શેર છે, તે નેચરલ રહેવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો: Bhakshak Trailer : ભક્ષક ટ્રેલર લોન્ચ, ફિલ્મમાં ભૂમિ પેડનેકર એક જર્નાલિસ્ટની ભૂમિકા જોવા મળશે

જેકી પાપારાઝી સાથે મશ્કરી પણ કરે છે, ક્યારેક પ્રાઇવસીની ચિંતા કરતા નથી. એક્ટરે કહ્યું હું પણ એક સમયે સ્ટ્રગલ કરતો હતો, તેઓ ચાલીસ વર્ષથી મારી સાથે છે. તેમના કેટલાક બાળકો હવે અમારી તસવીરો ક્લિક કરી રહ્યા છે. આપણે બધા મિત્રો છીએ, હું લેબલ જોતો નથી, મને કોઈ ફરક નથી પડતો કે કોણ ક્યાંથી આવે છે અને શું કરે છે, હું માણસને જોઉં છું. આપણે બધા સરખા છીએ, આપણે એક જ ખોરાક ખાઈએ છીએ, એ જ પાણી પીએ છીએ, એ જ પીડા, એ જ પ્રેમ, એ જ ઈચ્છાઓ. હું આ લોકોને પ્રેમ કરું છું જેમ હું મારા પરિવારને પ્રેમ કરું છું. ટાઈગર, મારી પુત્રી અને પત્ની અમારો સારો સમય (સોશિયલ મીડિયા પર) જોઈને સૌથી વધુ ખુશ છે કારણ કે તેઓ જાણે છે કે હું કોણ છું.”

“મેં ટાઇગરને પણ આ બધું શીખવ્યું છે. તેઓ ક્યારેક પેપ્સની નારાજ હોય છે. આપણા બધાનું જીવન એક જ છે, મઝે લે ઔર નિકાલ લે (મજા કરો અને જાઓ),”

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ