Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડીઝ સુકેશુ ચંદ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં ભરાઇ, ઇડીએ રજુ કર્યા ઠોસ પુરાવા

Jacqueline Fernandez : જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધથી મની લોન્ડરિંગ કેસમાં બરોબરની ભરાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ તપાસ કરતાં ઠોસ પુરાવા કોર્ટમાં રજુ કર્યા છે. કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી છે.

Jacqueline Fernandez : જેકલીન ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધથી મની લોન્ડરિંગ કેસમાં બરોબરની ભરાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ તપાસ કરતાં ઠોસ પુરાવા કોર્ટમાં રજુ કર્યા છે. કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી છે.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Jacqueline Fernandez, Sukesh Chandrashekhar, Money laundering case, Enforcement Directorate, ed

Jacqueline Fernandez Photo: જેકલીન ફર્નાન્ડીઝ ફોટો ક્રેડિટ ઇન્સ્ટાગ્રામ

Jacqueline Fernandez : બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધને લઇને ઘણા સમયથી ચર્ચામાં છે. સુકેશ ચંદ્રશેખર સામે ચાલી રહેલા 200 કરોડના મની લોન્ડરિંગ કેસ મામલે જેકલીન ફર્નાન્ડીઝ પણ મુસીબતમાં મુકાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ ઇડી દ્વારા આ મામલે જેકલીન ફર્નાન્ડીઝની પુછપરછ પણ કરવામાં આવી છે. બહુચર્ચિત કેસમાં ઇડીએ દિલ્હી હાઇકોર્ટમાં સ્ફોટક વિગતો રજુ કરી છે.

Advertisment

ઇડીએ દિલ્હી હાઇકોર્ટમાં દાવો કર્યો છે કે, મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા કરવામાં આવેલા ગુનામાં જેકલીન બધુ જાણતી હતી. સુકેશ ચંદ્રશેખરે કરેલા ગુના અંગે જેકલીનને ખબર હતી છતાં તેણે જાણી જોઇને આ રૂપિયા પોતાની પાસે રાખ્યા અને એનો ઉપયોગ પણ કર્યો હતો.

મની લોન્ડરિંગ જાણતી હતી જેકલીન ફર્નાન્ડીઝ

સુકેશ ચંદ્રશેકર દ્વારા આચરવામાં આવેલા કથિત 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન સામે પણ કેસ નોંધવા ઇડીની માંગ હતી. જે મામલે કોર્ટે ઇડી પાસે જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં ઇડીએ કોર્ટમાં સ્ફોટક વિગતો રજુ કરી છે. ઇડીનો દાવો છે કે, મની લોન્ડરિંગ કેસમાં જેકલીન બધુ જાણતી હતી.

Jacqueline Fernández Photo | Sukesh Chandrashekhar | Money laundering case | Enforcement Directorate | Gujarati News
Jacqueline Fernandez Photo: જેકલીન ફર્નાન્ડીઝ (ફોટો ક્રેડિટ - ઇન્સ્ટાગ્રામ)
Advertisment

જેકલીન ફર્નાન્ડીઝે પુરાવા નાશ કર્યા

કોર્ટ સમક્ષ જવાબ આપતાં ઇડીએ દાવો કર્યો કે, જેકલીન અત્યાર સુધી સચ્ચાઇ છુપાવતી આવી છે. સુકેશ ચંદ્રશેખરની ધરપકડ બાદ જેકલીને ફોનમાંથી બધો ડેટા નાશ કરી પુરાવા સાથે છેડછાડ કરી છે. જેકલીને એના સાથીઓને પણ પુરાવા નાશ કરવા કહ્યું હતું.

જેકલીન એન્જોય કરતી હતી

ઇડીએ તો એ પણ દાવો કર્યો કે, જેકલીનને બધી ખબર હતી અને એ એને એન્જોય કરતી હતી. જેકલીનને એ પણ ખબર હતી કે લીના મારિયા સુકેશની પત્ની છે આમ છતાં જેકલીને સુકેશ સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો.

ઇડીએ એ પણ કહ્યું કે, કેસના પ્રારંભે જેકલીન ફર્નાન્ડીઝે એવો પ્રયાસ કર્યો હતો કે, તે સુકેશના ષડયંત્રનો ભોગ બની હતી. જોકે તપાસ દરમિયાન જેકલીન આ સાબિત કરવા કોઇ ઠોસ પુરાવા રજુ કરી શકી ન હતી. તે બધુ જ જાણતી હતી અને પરિવારના સભ્યો માટે આ રૂપિયાનો લાભ લેતી રહી.

જેકલીન આ મામલે પોતાના બચાવમાં કહે છે કે, તે નિર્દોષ છે અને તે સુકેશના ષડયંત્રનો ભોગ બની છે. સુકેશ અને એના સહયોગીઓ દ્વારા આચરાયેલા આ ગુના અંગે તેને કોઇ જાણકારી નથી અને એટલે તેણી પર પીએમએલએની કલમ 3 અને 4 અંતર્ગત તેની સામે કાર્યવાહી ન કરી શકાય.

જેકલીન ફર્નાન્ડીઝનું બ્રાઉન આઉટફિટમાં કર્વી ફિગર

ઇડી દ્વારા કોર્ટમાં રજુ કરાયેલા પુરાવા અને વિગતો જોતાં તેમજ જેકલીન ફર્નાન્ડીઝ દ્વારા આ કેસમાં પોતાનો જવાબ રજુ કરવા માટે સમયની માંગ કરાતાં કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી તારીખ 15 એપ્રિલ આપી છે.

ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ