Jamtara 2 actor Sachin Chandwade died at 25 : જાણીતા મરાઠી અભિનેતા સચિન ચંદવાડે વિશે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. 25 વર્ષીય અભિનેતા જામતારા 2 માં પણ દેખાયો છે અને હવે તેના આત્મહત્યાના સમાચારે ચાહકોને પરેશાન કરી દીધા છે. તેના નિધનના સમાચાર સામે આવ્યા બાદ મરાઠી અને હિન્દી સિનેમા સાથે જોડાયેલા લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
સચિન 23 ઓક્ટોબરે જલગાંવના પરોલા સ્થિત તેમના ઘરે લટકતો મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ અભિનેતાને આ હાલતમાં જોયો હતો અને તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. અભિનેતાને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તબિયતમાં સુધારો થયો ન હતો અને હાલત બગડતી હતી. આવી સ્થિતિમાં અભિનેતાને ધૂલેની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ડોકટરોએ ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ સારવાર દરમિયાન સચિનનું મોત નીપજ્યું હતું.
જામતારા-2 થી અલગ ઓળખ મળી
જલગાંવ જિલ્લાના રહેવાસી સચિને બે અલગ અલગ કારકિર્દી, અભિનય અને સોફ્ટવેર એન્જિનિયરિંગ વચ્ચે સંતુલન જાળવી રાખ્યું હતું. પૂણેના એક આઇટી પાર્કમાં કામ કરતી વખતે તેણે અભિનયની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું. તેના મિત્રો અને પરિવારજનો હંમેશા અભિનેતાને જમીન સાથે જોડાયેલા અને તેના સંકલ્પને પૂર્ણ કરનાર વ્યક્તિ તરીકે યાદ કરે છે. ઉલ્લેખનીય છે કે સચિનને બાળપણથી જ અભિનયનો શોખ હતો અને તેણે તેને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી હતી. અભિનેતાએ મરાઠી સિનેમામાં ઘણું કામ કર્યું હતું, પરંતુ તેને જામતારા 2 થી લોકોમાં ઓળખ મળી હતી.
આ પણ વાંચો – કંતારા ચેપ્ટર 1 નું રહસ્યમય ટીઝર આ ઓટીટી પ્લેટફોર્મ દ્વારા રિલીઝ, ક્યારે આવશે ઓટીટી પર?
સચિનની આગામી ફિલ્મની વાત કરીએ તો તે અસુરવનમાં નજર આવવાનો હતો. જેમાં તેને મુખ્ય ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. તાજેતરમાં જ અભિનેતાએ આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. હવે અચાનક દુનિયાને અલવિદા કહેતા ફિલ્મનું કામ અટકી ગયુ છે. હવે ફિલ્મ ભાગ્યે જ રિલીઝ થશે.





