Janhvi Kapoor | જાન્હવી કપૂર (Janhvi Kapoor) ની ફિલ્મ ‘પરમ સુંદરી’ રિલીઝ થઈ ગઈ છે. ટૂંક સમયમાં તેની બીજી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ (Sunny Sanskari Ki Tulsi Kumari) રિલીઝ થશે. આ ફિલ્મનું એક ગીત ‘બિજુરિયા’ રિલીઝ થયું છે. જાહ્નવી કપૂર ફિલ્મ ‘હોમબાઉન્ડ’ના તેના સહ-અભિનેતા સાથે આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયો પર યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી છે. અહીં જુઓ
જાન્હવી કપૂર વરુણ ધવન સાથે નહિ પરંતુ આ એક્ટર સાથે કર્યો ડાન્સ
જાન્હવી કપૂરે ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા સાથે ‘બિજુરિયાં’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો. ત્રણેય અગાઉ ‘હોમબાઉન્ડ’ ફિલ્મમાં કામ કરી ચૂક્યા હતા. વરુણ ધવને જાહ્નવી કપૂરની તેમના ડાન્સ પરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. વરુણે લખ્યું, ‘ખૂબ સારું.’ ઘણા અન્ય સેલેબ્સે આ વીડિયો પસંદ કર્યો છે. ચાહકોએ જાહ્નવી, ઈશાન અને વિશાલનો વીડિયો પણ પસંદ કર્યો છે, આ વીડિયોને બે લાખ લાઈક્સ મળી છે.
બિજુરિયાં સોંગ વિશે
બિજુરિયાં ગીત સોનુ નિગમના 1999ના મ્યુઝિક આલ્બમ ‘મૌસમ’ના ગીત ‘બિજુરિયા’નું રિક્રિએશન છે. ફિલ્મ ‘સની સંસ્કાર કી તુલસી કુમારી’માં પણ સોનુ નિગમના હૂક સ્ટેપની નકલ કરવામાં આવી છે. આ ગીતને થોડી નવી લાઇનો ઉમેરીને રિમિક્સ કરવામાં આવ્યું છે.
જાન્હવી કપૂર પરમ સુંદરી (Janhvi Kapoor Param Sundari)
જાન્હવી કપૂરની ફિલ્મ ‘પરમ સુંદરી’ બોક્સ ઓફિસ પર નબળી પડી ગઈ છે. જાહ્નવી કપૂરની ફિલ્મ ‘પરમ સુંદરી’એ બોક્સ ઓફિસ પર 12 દિવસ પૂર્ણ કર્યા છે. તેનું કલેક્શન ઘટીને લાખો થઈ ગયું છે. આજે એટલે કે મંગળવારે જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મે માત્ર 74 લાખ રૂપિયાની કમાણી કરી છે. તેનું કુલ કલેક્શન અત્યાર સુધી 50 કરોડ રૂપિયા સુધી પણ પહોંચ્યું નથી, ‘પરમ સુંદરી’ની કુલ કમાણી 47.49 કરોડ રૂપિયા છે.