Janhvi Kapoor : જાહ્નવી કપૂર (Janhvi Kapoor) બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ છે. હિન્દી ફિલ્મો બાવાલ, મિલી અને ગુડ લક જેરીમાં સારી એક્ટિંગ કર્યા પછી, એક્ટ્રેસ હવે સાઉથ ફિલ્મમાં સાહસ કરવા માટે ઉત્સાહિત છે. તે જુનિયર એનટીઆર (Jr. NTR) અને સૈફ અલી ખાન સાથે દેવરામાં કામ કરશે. અને એવું લાગે છે કે સાઉથની સફર વિસ્તરે તેવી સંભાવનાછે. તાજેતરમાં, જાન્હવીના પિતા બોની કપૂરે iDream મીડિયા સાથેની મુલાકાતમાં પુષ્ટિ કરી હતી કે અભિનેતાએ રામ ચરણ (Ram Charan) અને સુર્યા (Suriya) સાથે પ્રોજેક્ટ મેળવ્યો છે. જાહ્નવીની રામ ચરણ સાથેની ફિલ્મ બૂચી બાબુ સના ડાયરેક્ટ કરશે.
જાહ્નવી કપૂર,રામ ચરણ અને સુરૈયા સાથે કામ કરશે

આ પણ વાંચો: Yodha Teaser : યોદ્ધાનું ટીઝર લોન્ચ, ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કમાન્ડોની ભૂમિકામાં
ઇન્ટરવ્યુમાં બોની કપૂરે એ કહ્યું, “મારી પુત્રી જુનિયર એનટીઆર સાથે એક ફિલ્મ માટે શૂટિંગ કરી ચૂકી છે. તે અહીં સેટ પર વિતાવેલા દરેક દિવસને યાદ કરે છે. ટૂંક સમયમાં તે રામ ચરણ સાથે પણ ફિલ્મ શરૂ કરશે. આ બંને છોકરાઓ ખૂબ સારું કરી રહ્યા છે. તે ઘણી બધી તેલુગુ ફિલ્મો જોઈ રહી છે, અને તે તેમની સાથે કામ કરીને ધન્યતા અનુભવે છે. આશા છે કે, ફિલ્મો ચાલશે અને તેને વધુ કામ મળશે. તે ટૂંક સમયમાં સુરૈયા સાથે પણ અભિનય કરશે. મારી પત્ની ( શ્રીદેવી ) ઘણી ભાષાઓમાં અભિનય કર્યો છે, મને આશા છે કે મારી પુત્રી પણ આવું જ કરે.
આ પણ વાંચો: Varun Dhawan : વરુણ ધવને આ પોસ્ટ કરી પત્ની નતાશા દલાલની પ્રેગ્નેન્સીની જાહેરત કરી,કહ્યું..
જાહ્નવી કપૂરની માતા શ્રીદેવી દક્ષિણમાં તેની કારકિર્દી ખૂબ જ સમૃદ્ધ હતી, અને ઘણા પ્રસંગોએ, જાહ્નવીએ દક્ષિણની ફિલ્મો કરવા માટે ઊંડો રસ દર્શાવ્યો છે. આખરે આ બનવાની સાથે જ જાન્હવીએ એ પણ ખુલાસો કર્યો કે કેવી રીતે દેવરાનું તેની માતા સાથે ખાસ જોડાણ હતું. એક ઈવેન્ટમાં આ વિશે બોલતા જાહ્નવીએ કહ્યું હતું કે, “આ સ્ટોરી પણ મમ્મા સાથે જોડાયેલી છે. તે અને જુનિયર એનટીઆર સરના દાદાએ સાથે ઘણી ફિલ્મો કરી હતી અને તે ખૂબ જ પ્રતિષ્ઠિત જોડી હતી અને મમ્મી તેમની સાથે કામ કરવા વિશે ઘણી વાર્તાઓ કહેતી હતી. તેથી હું ખૂબ જ ઉત્સાહિત હતી, મને લાગ્યું કે મારું જીવન હવે ફૂલ સર્કલ છે.”





