Janhvi Kapoor : બોલિવૂડ એક્ટર જાન્હવી કપૂરને (Janhvi Kapoor) ગંભીર ફૂડ પોઈઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક પારિવારિક સ્ત્રોતે ઇન્ડિયન એક્સપ્રેસને આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું કે જાહ્નવીને ગુરુવારે સાઉથ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જાહ્નવી મંગળવારે ચેન્નાઈથી મુંબઈ પરત આવી હતી. બુધવારે તેની તબિયત ખરાબ હોવાથી, એકટ્રેસે ઘરે રહી હતી અને તેની તમામ અપોઇન્મેન્ટ ફરીથી શેડ્યૂલ કરી હતી. જો કે, ગુરુવારે તેની તબિયત વધુ બગડતાં એકટ્રેસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને આ અઠવાડિયાના અંતમાં રજા મળે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: Urvashi Rautela Video: ઉર્વશી રૌતેલા નો પ્રાઇવેટ વીડિયો લીક, સોશિયલ મીડિયા યુઝર્સે લગાવી ક્લાસ
જાહ્નવી કપૂરનું શેડ્યૂલ હમણાંથી બીઝી રહે છે. પરંતુ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દરમિયાન વિવિધ કાર્યક્રમમાં સક્રિયપણે હાજર રહી હતી. વધુમાં, તે તેની આગામી ફિલ્મ ઉલજ માટે પ્રમોશનમાં પણ વ્યસ્ત છે, ઉલજ ફિલ્મમાં તેણે સુહાના ભાટિયાની ભૂમિકા નિભાવી છે, જે લંડન દૂતાવાસમાં તેની નિર્ણાયક સોંપણી દરમિયાન કાવતરામાં ફસાયેલી સૌથી નાની વયની ડેપ્યુટી હાઈ કમિશનર છે. આ ફિલ્મમાં ગુલશન દેવૈયા, રોશન મેથ્યુ, આદિલ હુસૈન, રાજેશ તૈલાંગ, મેયાંગ ચાંગ, રાજેન્દ્ર ગુપ્તા અને જિતેન્દ્ર જોશી પણ છે. તે નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા સુધાંશુ સરિયા દ્વારા નિર્દેશિત છે.
આ પણ વાંચો: રણવીર સિંહ અને રામ ચરણે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના નવા ફોટા કર્યા શેર, જુઓ
ઉલજ ઉપરાંત જાન્હવી મે મહિનાથી જુનિયર એનટીઆર સાથે તેની તેલુગુ ડેબ્યૂ દેવરા ભાગ 1 માટે શૂટિંગ કરી રહી છે. તે કરણ જોહરની સની સંસ્કારી કી તુલસી કુમારીના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. જેમાં તે વરુણ ધવન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરે છે. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે.





