Koffee With Karan: કોફી વિથ કરણમાં જાન્હવી કપૂરે ભૂલથી જાહેર કરી દીધું બોયફ્રેન્ડનું નામ, ખુશી કપૂરે પણ રિલેશનશીપના ખોલ્યા રાઝ

Janhvi Kapoor And Janhvi Kapoor In Koffee With Karan: કરણ જોહરના શો કોફી વિથ કરણમાં જાન્હવી કપૂરે કહેવાતા બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું રાઝ જાહેર કર્યું છે. આ શોના આગામી એપિસોડનો પ્રોમો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

Written by Ajay Saroya
January 01, 2024 22:06 IST
Koffee With Karan: કોફી વિથ કરણમાં જાન્હવી કપૂરે ભૂલથી જાહેર કરી દીધું બોયફ્રેન્ડનું નામ, ખુશી કપૂરે પણ રિલેશનશીપના ખોલ્યા રાઝ
કરણ જોહરના શોમાં બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર અને ખુશી કપૂર. (Photo - કોફી વિથ કરણ/એક્સ)

Janhvi Kapoor In Koffee With Karan 8 With Janhvi Kapoor : કરણ જોહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ ખૂબ જ ચર્ચામાં છે. દરેક એપિસોડમાં બોલિવૂડમાંથી કોઈને કોઈ સ્ટાર આવીને પોતાના જીવનના રહસ્યોનો ખુલાસો કરી રહ્યા છે. દરમિયાન, જાન્હવી કપૂર તેની બહેન ખુશી કપૂર સાથે ચેટ શોના આગામી એપિસોડમાં ભાગ લેવા જઈ રહી છે. તેનો પ્રોમો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. તેમાં દેખાય છે કે, બોલીવુડ અભિનેત્રી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથેના રાઝ ખોલી રહી છે અને ત્યારબાદ તેના રિએક્શન જોવા લાયક હોય છે.

હકીકતમાં કરણ જોહરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચેટ શોના આગામી એપિસોડનો જાન્હવી અને ખુશી કપૂરનો વીડિયો શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે અભિનેત્રી પોતાની સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરી રહી છે અને કરણના સવાલોના જવાબ પણ વિના સંકોચ આપી રહી છે.

આ દરમિયાન કરણ તેના ફોનમાં સ્પીડ ડાયલ પર કોનો નંબર છે તે પૂછતો જોવા મળે છે? આના પર જ્હાન્વી પહેલા પિતા બોની કપૂર, બહેન ખુશી કપૂર અને પછી છેલ્લે શિખુ (શિખર પહાડિયા)નું નામ લે છે. ત્રીજું નામ લેતા જ અભિનેત્રીનું મોં ખુલ્લુ જ રહી જાય છે. તેનું રિએક્શન શોકિંગ હોય છે અને તે ખરેખર જોવા લાયક હોય છે.

ખુશી કપૂરે રિલેશનશીપ વિશે શું કહ્યું

આ સાથે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કરણ ખુશી કપૂરને તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે પણ સવાલ કરે છે. તેનું નામ ‘ધ આર્ચીઝ’ એક્ટર વેદાંગ રૈના સાથે જોડાયું હતું. રિલેશનશીપની અફવાઓ અંગે, તેણે ‘ઓમ શાંતિ ઓમ’ નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે એક મિત્ર છે.

આ સાથે જાન્હવી તેના કાકા અનિલ કપૂરની પણ નકલ કરતી જોવા મળી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે જ્હાન્વી અને ખુશી કપૂર પોતાના વિશે ક્યા – ક્યા રાઝ ખોલ્યા છે તે જાણવા માટે આખો એપિસોડ જોવો રસપ્રદ રહેશે.

જો કે, જો આપણે જાન્હવી કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો અભિનેત્રી આગામી ફિલ્મો ‘NTR 30’ અને ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે. તે છેલ્લે ‘બવાલ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અભિનેત્રી વરુણ ધવન સાથે પહેલીવાર સ્ક્રીન પર રોમાન્સ કરતી જોવા મળી હતી. ખુશી કપૂરની વાત કરીએ તો તેણે તાજેતરમાં જ ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્માં તે સુહાના ખાન, અગસ્ત્ય નંદા સાથે મહત્વની ભૂમિકામાં હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ