Janhvi Kapoor : જાહ્નવી કપૂરે રિલેશનશિપ પર કર્યો ખુલાસો ‘પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગથી હું ઘણીવાર બ્રેકઅપ કરતી અને માફી પણ માંગતી’..

Janhvi Kapoor : જાહ્નવી કપૂરને સાઉથ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલ તેને ગંભીર ફૂડ પોઈઝનિંગને કારણે દાખલ કરી હતી પછી રજા આપવામાં આવી હતી. જાન્હવીનું તાજતેરમાં ખુબજ બીઝી શેડ્યૂલ છે. અંબાણી લગ્ન એટેન્ડ કર્યા બાદ, તે તેની આગામી ફિલ્મ ઉલજના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Written by shivani chauhan
Updated : July 22, 2024 12:49 IST
Janhvi Kapoor : જાહ્નવી કપૂરે રિલેશનશિપ પર કર્યો ખુલાસો ‘પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગથી હું ઘણીવાર બ્રેકઅપ કરતી અને માફી પણ માંગતી’..
જાહ્નવી કપૂર રિલેશનશિપ પર કર્યો ખુલાસો, પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગથી હું ઘણીવાર બ્રેકઅપ કરતી અને માફી પણ માંગતી

Janhvi Kapoor : બોલિવૂડ એક્ટર જાન્હવી કપૂર (Janhvi Kapoor) શિખર પહારિયા (Shikhar Paharia) ને ડેટ કરી રહી હોવાની અફવાઓ છે. તાજતેરમાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના લગ્નની બધી સેરેમનીમાં બંનેને એકસાથે જોવામાં આવ્યા હોવાથી રિલેશનશિપની ચર્ચાને વેગ મળ્યો છે. તાજેતરમાં, જાન્હવીએ તેના પ્રથમ હાર્ટબ્રેકનો અનુભવ કર્યો અને તેણે કહ્યું હવે હાર્ટબ્રેક હવે તેને વધારે અસર કરતું નથી કારણ કે તેજ વ્યક્તિએ તેની સાથે પેચ અપ કર્યું હતું.

Janhvi Kapoor | Janhvi Kapoor Relationship And Heartbreak | Boy Friend shikhar pahariya
જાહ્નવી કપૂર રિલેશનશિપ પર કર્યો ખુલાસો, પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગથી હું ઘણીવાર બ્રેકઅપ કરતી અને માફી પણ માંગતી

Hauterrfly સાથેની વાતચીતમાંમાં એકટ્રેસએ જણાવ્યું હતું કે, મેં ખરેખર જીવનમાં માત્ર એક જ વાર હાર્ટબ્રેકનો અનુભવ કર્યો છે પરંતુ તે જ વ્યક્તિ પાછો આવ્યો અને મારી સાથે પેચ અપ (હાર્ટબ્રેક કે પ્રોબ્લમ બાદ ફરી એજ વ્યક્તિ સાથે રિલેશનશિપ સ્ટાર્ટ કરવી) કર્યું તેથી બધું બરોબર થઇ ગયું.”

આ પણ વાંચો: Neha Dhupia : 22 વર્ષથી સંઘર્ષ કરી રહી છે, બોલિવૂડમાં નહીં પરંતુ સાઉથ ફિલ્મોની ઓફર મળે છે, નેહા ધૂપિયાએ ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

વાતચીતમાં એકટ્રેસે જણાવ્યું કે, પહેલા PMS (પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ : જે સ્ત્રીઓ તેમના માસિક સ્રાવ પહેલાના અઠવાડિયામાં અનુભવી શકે છે જેમ કે (મૂડમાં બદલાવ આવવા, ગુસ્સે થવું, રડવું વગેરે) દરમિયાન મૂડ સ્વિંગના લીધે તેના બોયફ્રેન્ડ સાથેના તેના રિલેશન બગાડતી તે વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, ‘પહેલા હું મારા પીરિયડ્સ દરમિયાન, બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરતી. પહેલા બે-ત્રણ મહિના તો તે આઘાતમાં રહેતો, અને બ્રેકઅપના એક બે દિવસ બાદ, હું રડતી અને માફી માંગતી હતી પણ પછી તે ટેવાઈ ગયો હતો. પરંતુ હું સમજી શકતી નથી કે મારું મગજ આ રીતે કેમ કામ કરી રહ્યું છે.’

ઉલજ ફિલ્મ ટ્રેલર

આ પણ વાંચો: Contact Lens Tips: કોન્ટેક્ટ લેન્સ થી જસ્મિન ભસીનને આંખને નુકસાન, કોન્ટેક્ટ લેન્સ પહેરતી વખતે આટલી કાળજી રાખવી

તાજેતરમાં, જાહ્નવી કપૂરને સાઉથ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલ તેને ગંભીર ફૂડ પોઈઝનિંગને કારણે દાખલ કરી હતી પછી રજા આપવામાં આવી હતી. જાન્હવીનું તાજતેરમાં ખુબજ બીઝી શેડ્યૂલ છે. અંબાણી લગ્ન એટેન્ડ કર્યા બાદ, તે તેની આગામી ફિલ્મ ઉલજના પ્રમોશનમાં વ્યસ્ત થઈ છે. ઉલજ ફિલ્મમાં એકટ્રેસ સુહાના ભાટિયાની ભૂમિકા ભજવી છે, જે લંડન દૂતાવાસમાં તેની નિર્ણાયક સોંપણી દરમિયાન ષડયંત્રમાં ફસાયેલી સૌથી નાની વયની ડેપ્યુટી હાઈ કમિશનર છે. આ ફિલ્મમાં ગુલશન દેવૈયા, રોશન મેથ્યુ, આદિલ હુસૈન, રાજેશ તૈલાંગ, મેયાંગ ચાંગ, રાજેન્દ્ર ગુપ્તા અને જિતેન્દ્ર જોશી પણ છે. તેનું દિગ્દર્શન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા સુધાંશુ સરિયાએ કર્યું છે.

જાહ્નવીએ જુનિયર એનટીઆર સાથે ડેબ્યૂ તેલુગુ ફિલ્મ દેવરા પાર્ટ 1 અને કરણ જોહરની સન્ની સંસ્કારી કી તુલસી કુમારીમાં વરુણ ધવન સાથે જોવા મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ