Janhvi Kapoor : બોલિવૂડ એકટ્રેસ જાહ્નવી કપૂર તેની લવ લાઇફને કારણે સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા એવા સમાચાર જોરશોરથી ચર્ચામાં હતા કે શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂર શિખર પહેરિયાને ડેટ કરી રહી છે અને બંને અવારનવાર એકબીજા સાથે સ્પોટ થયા છે. આ વચ્ચે જાહ્નવી કપૂરને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે.
જાહ્નવી કપૂર વિશે એવી ચર્ચાઓ તેજ થઇ છે કે તેણે ગુપચુપ રીતે રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સંગ સગાઇ કરી લીધી છે. તાજેતરમાં જાહ્નવી કપૂર તિરૂપતિ મંદિર ખાતે ગઇ હતી.આ દરમિયાન એક્ટ્રેસ સંગ તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા પણ જોવા મળ્યો હતો. બંનેને એક વીડિયો પણ સામે આવ્યો છે.
આ વીડિયોમાં જાહ્નવી કપૂર પર્પલ કલરની સાડી પહેરેલી જોવા મળી હતી અને શિખર સફેદ કલરની વેષ્ટિમાં જોવા મળ્યો હતો. મંદિરમાંથી બહાર આવતી વખતે જાહ્નવીના હાથમાં ડાયમંડ રિંગ જોવા મળી રહી છે. આ જ કારણે ઘણા યુઝર્સે વીડિયો પર કમેન્ટ કરતાં જ્હાન્વીની સીક્રેટ સગાઇની વાતો કરવાનું શરૂ કરી દીધું છે.
જો કે આ વાતને નજીકના એક સૂત્રએ પાયાવિહોણી ગણાવી છે. જાહ્નવી કપૂરના કરિયરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. આ ફિલ્મનું ડાયરેક્શન નિતેશ તિવારીએ કર્યું હતું, જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ જાહ્નવી કપૂર ટૂંક સમયમાં ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. આ ફિલ્મમાં જાહ્નવી ક્રિકેટ રમતી જોવા મળશે. આ સિવાય તે જુનિયર એનટીઆર સાથે તેલુગુ ફિલ્મ દેવરા અને હિન્દી ફિલ્મ ‘ઉલજ’માં પણ જોવા મળશે.





