જાન્હવી કપૂર અલગ અંદાજમાં, અપાવી રહી છે જાણીતી અભિનેત્રીની યાદ

janhvi kapoor : જાન્હવી કપૂરે બ્લેક એન્ડ વ્હાઉટ રેટ્રો લુકમાં ફોટોઝ શેર કર્યા છે, જેમાં તેણે બ્લાઉઝ વગર સાડીમાં સિઝલિંગ પોઝ આપ્યા છે, આ લુક વિતેલા જમાનાની જાણીતી અભિનેત્રીની યાદ અપાવે છે.

Written by Ajay Saroya
March 09, 2023 16:24 IST
જાન્હવી કપૂર અલગ અંદાજમાં, અપાવી રહી છે જાણીતી અભિનેત્રીની યાદ
જાન્હવી કપૂર રેટ્રો લૂકમાં ફોટો શેર કર્યા જેમાં તે બ્લાઉઝ વગર સાડી પહેરેલી દેખાય છે. (ફોટો - janhvikapoor instagram)

જાન્હવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. જાન્હવીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામમાં કેટલાંક બ્લેક એન્ડ વ્હાઇટ રેટ્રો ફોટોઝ શેર કર્યા છે, જેમાં તેણે બ્લાઉઝ વગર સાડી પહેરીને સિઝલિંગ પોઝ આપ્યા છે અને ચાહકોને તેનો આ ન્યુ લુક બહુ ગમ્યો છે. આ રેટ્રો ફોટોશૂટમાં તેણે માત્ર આંખમાં કાજલ અને વાળમાં વેણી નાંખી છે અને આકર્ષક પોઝ આપ્યા છે. આ ફોટા જોઇને ફ્રેન્સને વિતેલા જમાનાની એક મશહૂર અભિનેત્રીની યાદો તાજી કરાવી છે.

જાન્હવીએ બ્લાઉઝ વગર સાડી પહેરી આપ્યો પોઝ

જાન્હવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તાજેતરમાં ત્રણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં ભરપુર ઇમોશન સાથે પોઝ આપ્યા છે જે વિતેલા જમાનાની બોલીવુડ અભિનેત્રીઓની યાદ અપાવે છે. જાન્હવીએ આ લૂક માટે સાડી પહેરી છે તે પણ બ્લાઉઝ વગર છે. સામાન્ય રીતે મેકઅપમાં જોવા મળતી જાન્હવીએ આ ફોટોઝમાં આંખમાં કાજલ અને વાળમાં વેણીથી સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધા છે.

જાન્હવીના ન્યુ લુક જોઇ સ્મિતા પાટીલની આવી યાદ

જાન્હવીનો ન્યુ લુક ફેન્સને બહુ ગમ્યો છે. એક ફ્રેન્સે જાન્હવીના આ લુકને સ્મિતા પાટીલ સાથે સરખાવ્યો છે. તો કોઇએ શ્રીદેવી 2.0 કહી છે. જાન્હવીના આ રેટ્રો લુકના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને ચાહકો ઉપરાંત સેલિબ્રિટ તરફથી વખાણ થઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ જાન્હવી કપૂરની જુનિયર NTR સાથે સાઉથ ફિલ્મમાં એન્ટ્રી, બર્થડે પર શેર કર્યો ફર્સ્ટ લુક

તમને જણાવી દઇયે તે તાજેતરમાં જ જાન્હવીનો બર્થડે ગયો છે અને તે હવે સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તાજેતરમાં જ જાન્હવી કપૂર તેના બર્થડે પર તેની પહેલી સાઉથ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો, જેમાં તે જુનિયર NTR સાથે સાઉથની ફિલ્મમાં ડેબ્યૂ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ