જાન્હવી કપૂરની સાઉથ ફિલ્મમાં એન્ટ્રી, જુનિયર NTR સાથે તેલુગુ ફિલ્મમાં કરશે ડેબ્યૂ, બર્થડે પર શેર કર્યો ફર્સ્ટ લુક

janhvi kapoor South Movie : જાન્હવી કપૂર જુનિયર NTR સાથે સાઉથની ફિલ્મમાં ડેબ્યૂ કરશે. પોતાના બર્થ ડે પર ફિલ્મોનો ફર્સ્ટ લૂક શેર કર્યો

Written by Ajay Saroya
Updated : March 06, 2023 18:55 IST
જાન્હવી કપૂરની સાઉથ ફિલ્મમાં એન્ટ્રી, જુનિયર NTR સાથે તેલુગુ ફિલ્મમાં કરશે ડેબ્યૂ, બર્થડે પર શેર કર્યો ફર્સ્ટ લુક
લેટેસ્ટ પ્રોજેક્ટની વાત કરીએ તો એ એનટીઆર જુનિયર સાથે તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.

જાન્હવી કપૂર બોલીવુડ બાદ હવે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પદાપર્ણ કરવા જઇ રહી છે. જુનિયર એનટીઆર સાથે તેલુગુ ફિલ્મ એનટીઆર 30 દ્વારા ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન કોરાતાલા શિવ કરી રહ્યા છે.

બોલીવુડ અભિનેત્રી જાન્હવી કપૂર RRR સ્ટાર એનટીઆર જુનિયર સાથે જોડી બનાવવા જઇ રહી છે. પોતાના બર્થ ડે પર જાન્હવી કપૂરે આ અંગે મોટી વાત કરતાં આ અંગે ઇન્સ્ટાગ્રામ પર ફર્સ્ટ લુક શેયર કર્યો છે અને ખુશી વ્યક્ત કરી છે. સાઉથ ફિલ્મમાં ડેબ્યૂ કરતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં જાન્હવી કપૂર લખે છે કે, ‘છેવટે આ શક્ય થઇ રહ્યું છે. પોતાના મનપસંદ જૂનિયર એનટીઆરની સાથે કામ કરવા વધારે ઇંતેજાર નથી કરી શકતી.’ પોસટમાં લખ્યુ છે કે , “The Calm on the Storm.

તો બીજી બાજુ ફ્રેન્સે જાન્હવીનું ખુલા દિલથી સ્વાગત કર્યું છે. એક ફ્રેન્સે લખ્યું કે, ‘દક્ષિણ ભારતમાં તમારું સ્વાગત છે…’, એક ફ્રેન્સે તેમને તમિલ ફિલ્મ સાઇન કરવાનો આગ્રહ કર્યો. ઘણા ચાહકોએ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી અને આર્શિવાદ આપ્યા છે. તો ઘણા એ તેમને ‘નેક્સ્ટ શ્રીદેવી’ કહી છે. એક ફ્રેન્સે લખ્યું કે, ‘એનટીઆર 30 અને આગામી શ્રીદેવીને ગુડ લક’

તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા હોલીવુડ ટેકનિશિયનોને આ પ્રોજેક્ટમાં લેવામાં આવ્યા છે, કારણ કે એનટીઆર-30માં હાઇ- ઓક્ટેન એક્શન સીક્વેન્સ હશે. ફિલ્મની માટે વર્કશોપ શરૂ થઇ ગયા છે.

વર્ષ 2018માં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું

વર્ષ 2018થી બોલીવુડથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કરનાર જાહન્વી કપૂરે ઘણી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં મિલી, ગુડ લક જેરી, ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ મુખ્ય છે. તેમની પાસે હાલ બવાલ તેમજ મિસ્ટર એન્ડ મિસિસ માહીનો પણ પ્રોજેક્ટ છે. આ દરમિયાન જૂનિયર એનટીઆર ઓસ્કર 2023 સેરેમનીમાં ભાગ લેવા માટે અમેરિકા જવા રવાના થઇ ગયા છે, જેમાં તેમની હિટ ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટૂ નાટૂ’ને બેસ્ટ ઓરિજનલ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ