જાન્હવી કપૂર વિન્ટેજ લુક, કાન્સ 2025 ની શોભા વધારી, જુઓ ફોટા

Janhvi Kapoor Cannes 2025 | જાન્હવી કપૂરે (Janhvi Kapoor) આ વર્ષના કાન્સ 2025 ફિલ્મ ફેસ્ટિવલમાં તેના ત્રીજી વાર ફેશનને એક એવા લુક સાથે કંપ્લીટ કરી જે સ્પષ્ટપણે વિન્ટેજ હોલીવુડ ગ્લેમરને પ્રતિબિંબિત કરે છે. અહીં જુઓ લુક

Written by shivani chauhan
May 22, 2025 14:29 IST
જાન્હવી કપૂર વિન્ટેજ લુક, કાન્સ 2025 ની શોભા વધારી, જુઓ ફોટા
જાન્હવી કપૂર વિન્ટેજ લુક, કાન્સ 2025 ની શોભા વધારી, જુઓ ફોટા

Janhvi Kapoor Cannes 2025 | જાન્હવી કપૂર કાન્સ 2025 (Cannes 2025 ) ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના અદભુત લુક અને સ્ટાઇલથી બધાને દિવાના બનાવી દીધા હતા. કાન્સમાં તેના ત્રીજા ભવ્ય લુક માટે અભિનેત્રીએ 1957 ના ક્રિશ્ચિયન ડાયોર ક્રિએશન સાથે વિન્ટેજ ગ્લેમર લુક રજૂ કર્યો જેણે દરેકના દિલ જીતી લીધા છે.

જાન્હવી કપૂર વિન્ટેજ લુક (Janhvi Kapoor Vintage Look)

જાન્હવી કપૂરે આ વર્ષના 2025 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના ત્રીજી વાર ફેશનને એક એવા લુક સાથે કંપ્લીટ કરી જે સ્પષ્ટપણે વિન્ટેજ હોલીવુડ ગ્લેમરને પ્રતિબિંબિત કરે છે. જાન્હવીના વિન્ટેજ ડાયોર ડ્રેસમાં થોડી વળાંકવાળી નેકલાઇન અને સ્લીવલેસ, બોડી-હગિંગ સિલુએટ હતું. ઉપરાંત ડ્રેસની મિડલમાં મૂકવામાં આવેલ સિલ્વરનો બ્રોચ ચમક ઉમેરી રહ્યો હતો.

જાન્હવી કપૂરનો ત્રીજો કાન્સ લુક

બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે ક્રિશ્ચિયન ડાયોરે ડિઝાઇન કરેલો ક્લાસિક બ્લેક સ્લબ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં જાહ્નવી કોઈ અંગ્રેજ મેડમ જેવી લાગતી હતી. આ આઉટફિટ સાથે જાન્હવીએ ઓછામાં ઓછા એક્સેસરીઝ પહેર્યા હતા. આ લુક સાથે, જાહ્નવીએ ફક્ત ડાયમંડ સ્ટડ ઇયરિંગ્સ પહેર્યા હતા, જે બ્રોચ સાથે મેચ થતા હતા.

જાન્હવી કપૂરનો ત્રીજો કાન્સ કેમ ખાસ?

કાન્સમાં જાન્હવી નો ત્રીજો લુક ખાસ છે કારણ કે તેણે આ ફેસ્ટિવલમાં તેના ત્રીજા લુક માટે મૂળ 1957 માં ડિઝાઇન કરાયેલ ડ્રેસ પહેર્યો હતો. બ્લેક કલરનો સ્લબ ડ્રેસ અને લાંબા મખમલના મોજા પહેર્યા છે. આ ડ્રેસ જોઈને દરેકને ચોક્કસપણે જૂની ફેશન યાદ આવશે, જ્યારે અભિનેત્રીઓ ઘણીવાર આવા ડ્રેસ પહેરતી હતી.

જાન્હવી કપૂર મુવી હોમબાઉન્ડ (Janhvi Kapoor Movie Homebound)

જાન્હવી કપૂરએ ડેબસી થિયેટરમાં નીરજ ઘાયવાનની ‘હોમબાઉન્ડ’ ફિલ્મના પ્રેસ ઇવેન્ટ માટે આ આઉટફિટ પહેર્યો હતો, ફિલ્મને નવ મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ સ્ક્રીનિંગમાં ધર્મા પ્રોડક્શન્સની ટીમે હાજરી આપી હતી જેમાં ઘયવાન, જાન્હવી કપૂર, ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા, કરણ જોહર, અપૂર્વ મહેતા અને સોમેન મિશ્રાનો સમાવેશ થાય છે.

રિયા કપૂર દ્વારા સ્ટાઇલ કરાયેલ, જાન્હવી કપૂરનો આ લુક જૂની હોલીવુડની ભવ્યતા દર્શાવે છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રી જાન્હવીના લુકની તસવીરો શેર કરતા રિયાએ લખ્યું, “આજે કાન્સમાં પ્રેસ સેશન, જાન્હવી કપૂર સાથે ક્રિશ્ચિયન ડાયોર 1957 હૌટ કોચર બ્લેક સ્લબ સિલ્ક ડ્રેસમાં.”

આ પણ વાંચો: કાન્સ 2025 માં ઐશ્વર્યા રાયનો અદભુત લુક, ફેન્સે કહ્યું ઓપરેશન સિંદૂર સાથે કનેકશન

જાન્હવી કપૂર વાઈટ ડ્રેસ લુક

જાન્હવી કપૂરે તાજતેરમાં સિમ્પલ વાઈટ ટ્રાન્સપેરન્ટ સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું હતું જેના ફોટોઝ એકટ્રેસએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, એકટ્રેસનો આ લુક ખાસ છે કારણ કે તેણે બીચ પર વાઈટ સાડીને યુનિક સ્ટાઇલથી ડ્રેપ કરીને અલગ અલગ પોઝ સાથે રાત્રે ફોટોશૂટ કરાવ્યું હતું. એકટ્રેસે વાઈટ ઓફ સોલ્ડર બ્લાઉઝ પસંદ કર્યું છે, જવેલરીની વાત કરીએ તો તેણે પર્પલ કલરમાં નેકલેસ પસંદ કર્યો છે જેમાં તેને વચ્ચે ગ્રીન ડાયમન્ડ જોવા મળે છે, એકટ્રેસએ મેચિંગ એરિંગ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે.

જાન્હવી કપૂરના વાઈટ ડ્રેસ લુક પર શિખર પહારીયા કમેન્ટ

જાન્હવી કપૂરના વાઈટ ડ્રેસ લુકમાં કોઈ અપ્સરાથી કમ લાગતી નથી, એકટ્રેસના ફોટોઝ પર તેના રૂમરડ બોય ફ્રેન્ડ શિખર પહારીયાએ ખાસ કમેન્ટ કરી છે, જેમાં તેણે લખ્યું, ‘મારી દેવી તું રાતને રોશન કરે છે.’

જાન્હવી કપૂરનું રેડ કાર્પેટ વોક (Janhvi Kapoor’s Red Carpet Walk)

આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઈ રહેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માટે જાન્હવી કપૂર અને ઈશાન ખટ્ટર ત્યાં પહોંચ્યા છે. નીરજ ઘેવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ કાન્સમાં દર્શાવવામાં આવશે. ફિલ્મના સ્ક્રીનિંગ પહેલા તેના મુખ્ય કલાકારો જાન્હવી કપૂર અને ઈશાન ખટ્ટરે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. જાન્હવી ફેસ્ટિવલમાં પહોંચતાની સાથે જ ચાહકોની ભીડ તેને ઘેરી લીધી અને અભિનેત્રી પાસેથી ઓટોગ્રાફ લેતા જોવા મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ