Janki Bodiwala | જાનકી બોડીવાલાને વશ માટે મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર, જીત પર કહ્યું’ એક સ્વપ્ન સાકાર થયું’

Janki Bodiwala | જાનકી બોડીવાલાના પ્રિયજનોની હાજરીથી આ દિવસ વધુ ખાસ બની ગયો હતો. તેણે કહ્યું કે "મારા માતા-પિતા, મારા સૌથી મોટા ચીયરલીડર્સ છે.

Written by shivani chauhan
September 24, 2025 11:50 IST
Janki Bodiwala | જાનકી બોડીવાલાને વશ માટે મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર, જીત પર કહ્યું’ એક સ્વપ્ન સાકાર થયું’
Janki Bodiwala national award 2025

Janki Bodiwala | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી વશ (2023) માં તેની ભૂમિકા માટે તેનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળતાં અભિનેત્રી જાનકી બોડીવાલા (Janaki Bodywala) ખુબજ ખુશ છે. “આ ખૂબ જ મોટું અચિવમેન્ટ છે! હું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી,” તે કહે છે અને ઉમેરે છે, “છેલ્લા બે દિવસથી મારું મન મારા જીવનના સૌથી મોટા દિવસથી ખુશ છે.”

રાષ્ટ્રીય પુરસ્કાર જાનકી બોડીવાલા (National Award Janaki Bodywala)

જાનકી બોડીવાલાના પ્રિયજનોની હાજરીથી આ દિવસ વધુ ખાસ બની ગયો હતો. તેણે કહ્યું કે “મારા માતા-પિતા, મારા સૌથી મોટા ચીયરલીડર્સ, મને જોવા મળ્યા છે. ફિલ્મ વશની મારી આખી ટીમ પણ શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મના પુરસ્કાર પ્રાપ્તકર્તા તરીકે હાજર હતી, અને અલબત્ત, મારા પ્રિય અભિનેતા, સુપરસ્ટાર, શાહરૂખ ખાનને પણ તે જ દિવસે, તે જ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવી રહ્યા હતા. બસ મારુ તો થઇ ગયું, બધા સપના એક પછી એક સાકાર થઈ રહ્યા છે.”

સમારંભની તૈયારીની વાત આવે ત્યારે, 29 વર્ષીય અભિનેત્રીએ સ્વીકાર્યું કે તે પ્રોટોકોલ અને ડ્રેસ કોડને સમજવા માટે અગાઉના સેરેમનીની રીલ્સ જોઈને ખંતપૂર્વક સંશોધન કર્યું હતું. “મેં મારા સિનિયર્સે સમારંભ માટે કેવા પોશાક પહેર્યા હતા અને કાર્યક્રમ કેવી રીતે આગળ વધ્યો તેનું સંશોધન કર્યું હતું,” અભિનેત્રીને આખરે પેસ્ટલ-હાથીદાંતના અનારકલી સૂટમાં એવોર્ડ મળ્યો, આ પસંદગી તેણે ફિનાલેના એક દિવસ પહેલા કરી હતી.

દેશનો સૌથી મોટો પુરસ્કાર જીત્યા પછી પણ, જાનકી પર સતત પ્રેશર રહે છે. તે કહે છે કે “જ્યારે પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી, ત્યારે અમારી ફિલ્મ પ્રાદેશિક સિરીઝમાં જીતી ત્યારે મને ખૂબ આનંદ થયો, કારણ કે આ અમારા માટે મોટી વાત હતી,” તે યાદ કરે છે. “પરંતુ જ્યારે મારું નામ જાહેર કરવામાં આવ્યું, ત્યારે હું તેના પર વિશ્વાસ કરી શકી નહીં. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પહોંચ્યા ત્યાં સુધી મેં તે લાગણીને પર ધ્યાન આપ્યું નહિ કે શું થશે, અને હું તે જ કરવાનું ચાલુ રાખીશ. તેથી કોઈ પ્રેશર નથી, ફક્ત મારા આગામી કાર્ય સાથે વધુ સારા બનવાની પ્રેરણા છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ