Sonal Chauhan Birthday : બોલિવૂડ મુવી (Bollywood Movie) જન્નત એક્ટ્રેસ સોનલ ચૌહાણ (Sonal Chuhan) 16 મેએ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. સોનલ ચૈહાણે પોતાની એક્ટિંગનો જલવો બોલિવૂડથી લઇને સાઉથમાં દેખાડ્યો છે. સોનલ ચૌહાણ હંમેશા તેની હોટ અદાઓને કારણે છવાયેલી રહે છે. સોનલ એટલી સુંદર છે કે તેને પહેલીવાર રસ્તામાં એક ફિલ્મ ડિરેક્ટરે જોઈ હતી, ત્યાર બાદ ફિલ્મમેકરે મન બનાવી લીધું હતું કે તે સોનલને પોતાની ફિલ્મની હિરોઈન બનાવશે.

સોનલ ચૌહાણ પહેલીવાર એક વીડિયો આલ્બમમાં જોવા મળી હતી. આ વીડિયો આલ્બમ હિમેશ રેશમિયાનો હતો. હિમેશ રેશમિયાના મ્યુઝિક આલ્બમ ‘આપકા સુરૂર’માં અભિનેત્રીને ફ્રેમમાં પોતાની સુંદરતા ફેલાવવાની તક મળી હતી. આ પછી સૌનલ ચૌહાણે ઇમરાન હાશ્મી સાથે જન્નત મુવીથી બોલિવૂડમાં ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મના નિર્દેશકે સોનલને રસ્તામાં જોઈ અને તેની સુંદરતાના દીવાના બની ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હીરો હીરોઇન બનવાના સપના જોનારાઓ એક ફિલ્મ માટે ખુબ સંઘર્ષ અને પ્રયત્ન કરતા હોય છે, ત્યારે સોનલ ચૌહાણને કોઇ જ મહેનત કર્યા વિના પહેલી ફિલ્મ મળી ગઇ હતી. આ કિસ્સો સાંભળ્યા પછી તમને એમ થતું હશે કે કિસ્મત તો આવી હોય.
સોનલ ચૌહાણ છેલ્લે પ્રભાસ અને ક્રિતિ સેનની મુવી આદિપુરૂષમાં મંદોદરીનું પાત્ર નિભાવતી જોવા મળી હતી. મળતી માહિતી અનુસાર, સોનલ ચૌહાણે આ પાત્ર માટે 1.5 કરોડ રૂપિયા લીધી હતી.
સોનલ રાજપૂત પરિવારમાંથી આવે છે. સોનલ ચૈહાણ પોતાની કિલ્લર અદાઓ સિવાય આકર્ષક ફિગર માટે પણ ફેમસ છે. સોનલ ચૌાહાણે પોતાના ફિગરને ખુબ જ સારી રીતે જાળવ્યું છે. તે નિયમિત પણ શારીરિક વ્યાયાા, યોગ વગેરે કરે છે. જેના વીડિયો તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે.
સોનલ ચૌહાણ જન્નત સિવાય, રેઈનબો, ચેલુવે નીન્ને નોડાલુ, બુઢ્ઢા હોગા તેરા બાપ, પહેલા સિતારા, 3G, લિજેન્ડ, પંડાગા ચેસ્કો, શેર, સાઈઝ ઝીરો, ડિક્ટેટર, પલટન, જેક અને દિલ, રૂલર, ધ પાવર, એફ3: ફન એન્ડ ફ્રસ્ટ્રેશન, ધ ઘોસ્ટ વગેરે જેવી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ કુશળતા બતાવી છે.
સોનલ ચૌહાણનું નામ ક્રિકેટર કેએલ રાહુલ સાથે પણ ચર્ચામાં આવ્યું હતું. જો કે સોનલ ચૌહાણે એક ઇન્ટરવ્યુમાં તેના અને કેએલ રાહુલના અફેરના સમાચારને અફવા ગણાવી હતી. હાલમાં કેએલ રાહુલ બોલિવૂડના અન્ના સુનીલ શેટ્ટીનો જમાઇ છે. કેએલ રાહુલે સુનીલ શેટ્ટીની દીકરી આથિયા સાથે લગ્ન કર્યા છે. એવી પણ ચર્ચા વહેતી થઇ હતી કે, સોનલ ચૌહાણ અને ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ દસાણી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, સોનલ નીલ નીતિન મુકેશ અને સિદ્ધાર્થ માલ્યાને પણ ડેટ કરી ચૂકી છે.





