Jatadhara Trailer | સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને સુધીર બાબુ (Sudheer Babu) ની આગામી ફિલ્મ જટાધારા (Jatadhara) નું ટ્રેલર શુક્રવારે તેલુગુ સ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ અલૌકિક થ્રિલર ફિલ્મનો પ્રોમો ભારતીય લોકકથાઓમાં મૂળ રહેલી સ્ટોરી હોય એવું લાગે છે.
જટાધારા ટ્રેલર (Jatadhara Trailer)
જટાધારા ટ્રેલરમાં સોનાક્ષી સિંહાની ઝલક જોવા મળે છે, જે સદીઓથી સોનાના ખજાનાની રક્ષા કરતી પિશાચીનીની ભૂમિકા ભજવે છે. જ્યારે શિલ્પા શિરોડકરના પાત્રના લોભ-પ્રેરિત કાર્યોથી તે મુક્ત થાય છે, ત્યારે શિવ (સુધીર બાબુ) તેના ક્રોધને પડકારવા માટે આગળ વધે છે.
સુધીર બાબુએ જટાધારા પર કામ કરવાના પોતાના અનુભવ વિશે ખુલીને કહ્યું કે “આ મેં ભજવેલી સૌથી તીવ્ર અને પડકારજનક ભૂમિકાઓમાંની એક છે. સ્ટોરીની ઊંડાઈ અને તેમાં રહેલી એનર્જી મેં પહેલાં અનુભવેલી કોઈપણ ભૂમિકાથી અલગ છે.” દિગ્દર્શક વેંકટ કલ્યાણે ઉમેર્યું કે “જટાધારા એક અલૌકિક થ્રિલર કરતાં વધુ છે, તે આપણા સાંસ્કૃતિક અંતઃકરણમાં એક સફર છે જ્યાં દંતકથાઓ શ્વાસ લે છે અને અંધકાર સાંભળે છે. હું એક એવી દુનિયા બનાવવા માંગતો હતો જ્યાં દરેક ધાર્મિક વિધિ શક્તિ ધરાવે છે, અને દરેક મીથને કિંમત ચૂકવવી પડે છે.”
સોનાક્ષી સિંહાએ પણ એક વિરોધી તરીકેના તેના નવા અવતાર વિશે વાત કરી અને શેર કર્યું હતું “જટાધારાને શક્તિશાળી બનાવે છે તે એ છે કે તે અલૌકિકને વાસ્તવિક માનવ લાગણીઓમાં કેવી રીતે વણાવી દે છે. અહીં ભય ફક્ત બાહ્ય નથી, તે એવી વસ્તુ છે જે સ્ટોરી પૂરી થયા પછી પણ લાંબા સમય સુધી મનમાં રહે છે.”
વેંકટ કલ્યાણ અને અભિષેક જયસ્વાલ દ્વારા દિગ્દર્શિત, જટાધારા 7 નવેમ્બરે હિન્દી અને તેલુગુમાં થિયેટરોમાં આવવાની છે. આ ફિલ્મમાં દિવ્યા ખોસલા, ઈન્દિરા કૃષ્ણા, રવિ પ્રકાશ, ઝાંસી, રાજીવ કનાકલા, શ્રીનિવાસ અવર્સલા, રોહિત પાઠક, નવીન નેની, રૂપા લક્ષ્મી, આનંદ ચક્રપાણી, અલેખ્યા, સુભાલેખા સુધાકર, પ્રદીપ રાવત, શ્રીધર એસકે રેડ્ડી, શંકરાન્ત અને કુમાનસ્તા પણ છે.