/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/javed-akhtar.jpg)
Javed Akhtar : જાવેદ અખ્તર બોલીવુડ ફિલ્મના લેખક અને ગીતકાર છે.
Javed Akhtar: બોલિવૂડના પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર એવા કેટલાક લોકોમાંના એક છે જે કોઈ પણ મુદ્દા પર મુક્ત મને પોતાના અભિપ્રાય વ્યક્ત કરે છે. પછી ભલે તે બોલિવૂડનો મુદ્દો હોય કે પછી દેશનો મુદ્દો. આ કારણે તેમને ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. હવે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે લેખકને પૂછવામાં આવ્યું કે બોલીવુડ કલાકરો સરકાર વિરુદ્ધ કેમ બોલતા નથી. આવો જાણીએ કે તેમણે આના પર કેવો જવાબ આપ્યો.
બોલીવુડ કલાકાર સરકાર વિરુદ્ધ કેમ બોલતા નથી?
જાવેદ અખ્તર હાલમાં જ કપિલ સિબ્બલની યૂટ્યૂબ ચેનલનો હિસ્સો બન્યા હતા, જ્યાં તેમણે બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. આ દરમિયાન કપિલ સિબ્બલે લેખકને સવાલ કર્યો હતો કે આજે જે કલાકારો છે, તેઓ પણ પોતાનો અવાજ ઉઠાવતા નથી જેવી રીતે મેરિલ સ્ટ્રીપે અમેરિકામાં, ત્યાંની સરકાર તરફ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. અહીં બધા ચૂપ છે કેમ, આવું પહેલા થતું હતું.
જેના જવાબમાં જાવેદ અખ્તરે કહ્યું કે, તમે ખરેખર આ જાણવા માંગો છો? આવું શા માટે થાય છે તેનો તમને ખ્યાલ નથી. આના પર કપિલ સિબ્બલે કહ્યું, બિલકુલ નહીં, હું જાણવા માંગુ છું. પછી લેખક કહે છે, "આ તો કંઈ જ નથી, શું છે, તેમના ઘણાં નામો છે, પરંતુ આમ જોવા જઈએ તો તેમની આર્થિક સ્થિતિ શું છે, ખરું ને?" તે સમગ્ર ફિલ્મ ઉદ્યોગને એક મધ્યમ વર્ગના ઉદ્યોગપતિના ખિસ્સામાં રાખી શકે છે, જે એક મોટો માણસ છે, જેની પાસે પૈસા છે, તેમાંથી કોણ બોલે છે… કોઈક એવી વ્યક્તિ છે જે બોલે છે… તે કોણ છે?… કોઈ નહિ. ”
ફાઇલો ખુલી જશે : જાવેદ અખ્તર
ત્યાર પછી સિબ્બલ કહે છે કે, ઈડી ત્યાં પહોંચી જશે એટલે કે તમારી નજર તેના પર છે. વધુમાં વાત કરતા જાવેદ અખ્તરે કહ્યું કે, "ચાલો જોઇશું કંઇક આવું થાય. મેરિલ સ્ટ્રીપે ઓસ્કારમાં આટલું મોટું નિવેદન આપ્યું હતું, પરંતુ તેમના પર ઈન્કમ ટેક્સની રેડ ન પડી, તો આ અસલામતી હકીકતમાં છે કે નહીં, હું આ ચર્ચામાં કેમ પડું. પરસેપ્શન તો આ જ છે, જો આ ધારણા દિલમાં હશે તો વ્યક્તિને ડર લાગશે કે ઈડી આવશે, સીબીઆઈ આવી જશે અને ઈન્કમ ટેક્સ આવી જશે અને અમારી ફાઈલો ખુલી જશે. આ સમસ્યાઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નથી, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બહારની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us