Jawan Box Office Collection Day 11 : શાહરૂખ ખાનની ‘જવાન’નો દબદબો, પઠાણ, ગદર 2, બાહુબલી 2 સહિત KGF 2ને પછાડી ફિલ્મે કરી રેકોર્ડબ્રેક કમાણી, 800 કરોડનો આંકડો પાર

Jawan Box Office Collection day 11 : શાહરૂખ ખાનની જવાનના 11માં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં શાનદાર કમાણી કરી છે. તેવામાં ફિલ્મે બીજા વીકેન્ડમાં પણ શાનદાર કલેક્શન કર્યું છે.

Written by mansi bhuva
September 18, 2023 10:08 IST
Jawan Box Office Collection Day 11 : શાહરૂખ ખાનની ‘જવાન’નો દબદબો, પઠાણ, ગદર 2, બાહુબલી 2 સહિત KGF 2ને પછાડી ફિલ્મે કરી રેકોર્ડબ્રેક કમાણી, 800 કરોડનો આંકડો પાર
Jawan

Jawan Box Office Collection Day 9 : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ પ્રતિદિન કમાણીના નવા રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચી રહી છે. જવાનના નામે રિલીઝના 10મા દિવસે બોક્સ ઓફિસ પર સૌથી ઝડપથી 400 કરોડનો આંકડો પાર કરવાનો રેકોર્ડ પણ રેકોર્ડ છે. હવે 11માં દિવસે આ ફિલ્મે ‘KGF 2’, ‘ગદર 2’, ‘પઠાણ’ અને ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વીકેન્ડમાં ફિલ્મે જોરદાર કમાણી કરી છે. બીજા રવિવારે એટલે કે 11માં દિવસે ‘જવાન’નું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે.

‘જવાન’નું 11મા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ‘જવાન’એ ઓપનિંગ ડે પરથી જ છપ્પરફાડ કમાણી કરી રહી છે. ‘જવાન’એ પહેલા દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53.23 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 81 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 32.92 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે સાતમા દિવસે જવાને રૂ. 23.2 કરોડ અને આઠમા દિવસે રૂ. 21.6 કરોડ. જે બાદ જવાને પહેલા અઠવાડિયામાં 398.88 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે બીજા વીકેન્ડનો બોક્સ ઓફિસ ટ્રેન્ડ પણ ઘણો સારો રહ્યો છે.

જ્યારે ફિલ્મે બીજા શુક્રવારે 19.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો બીજા શનિવારે ફિલ્મે 32.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે Sacknilkના પ્રારંભિક આંકડા અનુસાર, ‘જવાન’એ 11મા દિવસે એટલે કે બીજા રવિવારે અંદાજે 35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે 11 દિવસનું ‘જવાન’નું કુલ કલેક્શન હવે 475.78 કરોડ રૂપિયા થઈ ગયું છે. વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો ફિલ્મે 11 દિવસમાં 800 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે 10 દિવસમાં 797.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો : Jawan : ‘ચાહિયે તો આલિયા ભટ્ટ હતી’…આ ફેમસ ડાયલોગ અંગે લેખકે કર્યો ખુલાસો, ‘હું તૈયાર ન હતો પરંતુ શાહરૂખ ખાન…

ઉલ્લેખનીય છે કે, ‘પઠાણ’ અને ‘ગદર 2’ સૌથી ઝડપી 400 કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી હિન્દી ફિલ્મો છે. આ ફિલ્મોએ માત્ર 12 દિવસમાં 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. જ્યારે ‘બાહુબલી 2’ ના હિન્દી વર્ઝને 15 દિવસમાં આટલી કમાણી કરી હતી. તેમજ KGF 2ના હિન્દી વર્ઝને 23 દિવસમાં આટલી કમાણી કરી હતી. પરંતુ ‘જવાન’ એ માત્ર 11 દિવસમાં આ બધી ફિલ્મોને પાછળ છોડી રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. તેથી, તે રૂ. 400 કરોડના આંકડાને સ્પર્શનારી સૌથી ઝડપી હિન્દી ફિલ્મ જવાન છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ