Jawan Box Office Collection day 12 : શાહરૂખ ખાનની 'જવાન'એ 12માં દિવસે બોક્સ ઓફિસ પર માત્ર આટલી જ કમાણી કરી, જાણો કુલ કલેક્શન

Jawan Box Office Collection day 12 : શાહરૂખ ખાનની ‘જવાન’ની 12માં દિવસની કમાણીનો આંકડો સામે આવી ગયો છે. જેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

Jawan Box Office Collection day 12 : શાહરૂખ ખાનની ‘જવાન’ની 12માં દિવસની કમાણીનો આંકડો સામે આવી ગયો છે. જેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Jawan| Jawan Box office collection Day 12| jawan Box Office collection| shah rukh khan

Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 12

Jawan Box Office Collection Day 12 : શાહરૂખ ખાનની ‘જવાન’એ વિશ્વભરમાં પોતાના નામનો ડંકો વગાડ઼્યો છે. ‘જવાન’ને લઇને દર્શકોમાં ભારે ક્રેઝ હતો. તેથી ફિલ્મે રિલીઝના પ્રથમ સપ્તાહમાં જ 300 કરોડનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો. જો કે ‘જવાન’ની 12માં દિવસની કમાણીનો આંકડો સામે આવી ગયો છે. જેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

Advertisment

મહત્વનું છે કે, એટલી દ્વારા નિર્દેશિત જવાન બોલિવૂડના ઇતિહાસમાં માત્ર એક દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. આ સિવાય જવાને પોતાના નામે ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે.

સેકનિલ્કના અહેવાલ અનુસાર, 'જવાન'એ 12માં દિવસે બોક્સ ઓફિસ પર 16 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે જવાનનું ભારતમાં કુલ કલેક્શન 493.63 કરોડ રૂપિયા થયુ છે. તો વૈશ્વિક સ્તર પર ફિલ્મ 860.3 કરોડનો આંકડો પાર કરી ચુકી છે.

https://www.instagram.com/p/CwmVFHvosg_/

7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ‘જવાન’ ઓપનિંગ ડે પરથી જ છપ્પરફાડ કમાણી કરી રહી છે. ‘જવાન’એ પહેલા દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53.23 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 81 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 32.92 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે સાતમા દિવસે જવાને રૂ. 23.2 કરોડ અને આઠમા દિવસે રૂ. 21.6 કરોડ. જે બાદ જવાને પહેલા અઠવાડિયામાં 398.88 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે બીજા વીકેન્ડનો બોક્સ ઓફિસ ટ્રેન્ડ પણ ઘણો સારો રહ્યો છે.

Advertisment

આ પણ વાંચો : Vijay Antony Daughter Suicide : પ્રખ્યાત તમિલ અભિનેતા વિજય એન્ટોનીની પુત્રીએ કરી આત્મહત્યા, આ છે કારણ?

જ્યારે ફિલ્મે બીજા શુક્રવારે 19.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો બીજા શનિવારે ફિલ્મે 32.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે Sacknilkના પ્રારંભિક આંકડા અનુસાર, ‘જવાન’એ 11મા દિવસે એટલે કે બીજા રવિવારે અંદાજે 35 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે 11 દિવસનું ‘જવાન’નું કુલ કલેક્શન હવે 475.78 કરોડ રૂપિયા થઈ ગયું છે. વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો ફિલ્મે 11 દિવસમાં 800 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

શાહરૂખ ખાન ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ