Jawan Box Office Collection Day 13 : શાહરૂખ ખાનની ‘જવાન’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ તેને 13 દિવસ પૂર્ણ થઇ ગયા છે. ત્યારે હજુ પણ ‘જવાન’નો કમાલ બોક્સ ઓફિસ પર કાયમ છે. આ તકે જવાનનું 13માં દિવસનું કલેક્શન સામે આવી ગયું છે. ‘જવાન’એ 13 દિવસની અંદર કુલ 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
હવે જવાનના 13માં દિવસની કમાણીની વાત કરીએ તો, ફિલ્મ બોક્સ ઓફિસ પર કુલ 14 કરોડનું કલેક્શન કરી શકી છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 507.88 કરોડ છે. જે સાઉથ સુપર સ્ટાર યશની KGF 2ના હિંદી વર્ઝનની કુલ આવક કરતા બમણી છે.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ વર્ષ 2023ની સૌથી હિટ મુવી બનવા માટે તૈયાર છે. મહત્વનું છે કે, એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ જવાન 300 કરોડના બજેટમાં નિર્માણ પામી છે. ત્યારે 300 કરોડના બજેટમાં બનેલી ‘જવાન’એ વર્લ્ડ વાઇડ 800 કરોડથી વધુનો વેપાર કરી લીધો છે.
આ પણ વાંચો : Dev Anand Bunglow : દેવા આનંદનો 73 વર્ષ જૂનો બંગલો વેચાયો, 400 કરોડમાં ડીલ ફાઇનલ થઇ
7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ‘જવાન’ ઓપનિંગ ડે પરથી જ છપ્પરફાડ કમાણી કરી રહી છે. ‘જવાન’એ પહેલા દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53.23 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 81 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 32.92 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે સાતમા દિવસે જવાને રૂ. 23.2 કરોડ અને આઠમા દિવસે રૂ. 21.6 કરોડ. જે બાદ જવાને પહેલા અઠવાડિયામાં 398.88 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે બીજા વીકેન્ડનો બોક્સ ઓફિસ ટ્રેન્ડ પણ ઘણો સારો રહ્યો છે. જવાને બીજા શુક્રવારે 19.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો બીજા શનિવારે ફિલ્મે 32.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.





