Jawan Box Office Collection Day 14 : શાહરૂખ ખાનની ‘જવાન’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ તેને બે સપ્તાહ થઇ ચૂક્યા છે. ત્યારે આ ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર, ‘જવાન’એ 14માં દિવસે બોક્સ ઓફિસ પર 518 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આવી સ્થિતિમાં ‘જવાન’ શાહરૂખ ખાનની આ વર્ષની પ્રથમ બ્લોકબસ્ટર પઠાણનો રેકોર્ડ તોડવાથી માત્ર 25 કરોડ રૂપિયા જ દુર છે.
સેકનિલ્કના અહેવાલ અનુસાર, ‘જવાન’એ 14માં દિવસે પ્રત્યેક ભાષામાં 10 કરોડનો બિઝનેસ લગાવ્યું છે. ત્યારે આગામી સપ્તાહમાં ‘જવાન’ ઘણા રકોર્ડ તોડી શકે છે. મહત્વનું છે કે, આ વર્ષના પ્રારંભમાં શાહરૂખ ખાનની પ્રથમ ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થઇ હતી. ‘પઠાણ’ દ્વારા કિંગ ખાને પાંચ વર્ષના બ્રેક પછી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે.
શાહરૂખ ખાનની પહેલી એક્શન ફિલ્મ પઠાણ એવી સુપરહિટ ગઇ કે ફરી એક વખત એક્ટર ઇન્ડસ્ટ્રીનો બાદશાહ બની ગયો. કિંગ ખાને સાબિત કરી દીઘું કે, તે રાજા છે અને રહેશે. શાહરૂખ ખાનની પઠાણ બિગ ઓપનિંગ કરનારી પહેલી હિંદી ફિલ્મ હતી. જેણે પ્રથમ દિવસે જ સિનેમાઘરોમાં 53 કરોડનો બિઝનેસ કરીને તહેલકો મચાવી દીધો હતો.
જો કે જવાનએ આ રેકોર્ડ તોડીને ઓપનિંગ ડે પર 75 કરોડનો વેપાર કર્યો હતો. આ ફિલ્મને 400 કરોડનો આંકડો પાર કતા વધુ સમય લાગ્યો નથી. હવે જવાન 500 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ત્યારે એવી આશા બંધાઇ છે કે, આગામી સપ્તાહમાં ‘જવાન’ કમાણીમાં ‘પઠાણ’નો રેકોર્ડ તોડીને આગળ નીકળી જશે.
કિંગ ખાનની જવાન તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થઇ હતી. આ બંને ભાષામાં મળીને ‘જવાન’એ કુલ 50 કરોડનું કલેક્શન કર્યું છે. જયારે વર્લ્ડ વાઇડ આંકડાની વાત કરીએ તો જવાન અત્યાર સુધીમાં કુલ 907 કરોડનું કુલ કલેક્શન કરી ચૂકી છે.





