Jawan Box Office Collection Day 15 : એક પછી એક નવા રેકોર્ડ સર્જનાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ફિલ્મ જવાનને 15 દિવસ થઇ ચૂક્યાં છે. જવાનએ એ કરી બતાવ્યું જે આજ સુધી કોઇ બોલિવૂડની ફિલ્મ કરી શકી નથી. મહત્વનું છે કે, જવાનએ ભારતમાં 500 કરોડ રૂપિયાનો આંકડો તો સરળતાથી પાર કરી લીધો હતો. જો જવાનની કમાણીમાં આવી જ ગતિ રહેશે તો તે આ વીકેન્ડ પર પઠાણને પાછળ છોડીને નવો ઇતિહાસ રચી શકે છે. જવાનના 15માં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે.
શાહરૂખ ખાનની ફિલ્મ જવાને ગુરુવારે તેના 15માં દિવસે લગભગ 8.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ગદર 2 એ બોક્સ ઓફિસ પર 15માં દિવસે લગભગ 7.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે પઠાણે 15માં દિવસે માત્ર 6.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
જવાનના કુલ કલેક્શનની વાત કરીએ તો ‘જવાન’એ અત્યાર સુધીમાં 526.78 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે સની દેઓલની ગદર 2એ 42માં દિવસમાં 521.51 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તો પઠાણએ 543.05 કરોડનું કલેક્શન કર્યું હતું. એટલે કે જવાન હવે પઠાણથી માત્ર 16.17 કરોડ રૂપિયાના અંતરે છે. જવાનનું વૈશ્વિક કલેક્શન 922.55 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ટૂંક સમયમાં જ જવાન 1000 કરોડ રૂપિયાની કમાણી કરશે.





