/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-Jawan-BO-Collection-Day-10.jpg)
Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 25 શાહરૂખ ખાન
Jawan Box Office Collection : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' રિલીઝના 17 દિવસ થઇ ગયા હોવા છતાં સિનેમાઘરોમાં જંગી કમાણી કરી રહી છે. હવે કમાણીના મામલામાં 'જવાન' સાથે સ્પર્ધા કરવી દરેક માટે મુશ્કેલ બની ગઈ છે. શાહરૂખ ખાનની ફિલ્મ બધાને માત આપીને આગળ વધી છે. આ વચ્ચે જવાનના 17માં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
'રાજા હંમેશા રાજા જ રહેશે', આજે શાહરૂખ ખાનની આ વાત સાચી સાબિત થઇ છે. 'જવાન'એ 17માં દિવસે કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધી શાહરૂખની ફિલ્મ પઠાણ હિન્દી સિનેમામાં સૌથી વધુ બિઝનેસનો ખિતાબ ધરાવતી હતી. એવું માનવામાં આવે છે કે પઠાણે 70 દિવસમાં જે કમાણી કરી હતી તે જવાને માત્ર 17 દિવસમાં કમાઈ લીધી છે.
ઉલ્લેખનીય છે કે, 16માં દિવસે 'જવાન'એ 532.98 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. જ્યારે એક રિપોર્ટ અનુસાર, 'જવાન'એ રિલીઝના 17માં દિવસે 12 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પરંતુ આ પ્રારંભિક આંકડા છે. જેની સાથે હવે ફિલ્મનું કુલ કલેક્શન 544.98 થઈ ગયું છે.
હવે ભારતમાં 'જવાન'નું કુલ કલેક્શન 544.98 પર પહોંચી ગયું છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, પઠાણ હવે 'જવાન'થી પાછળ છે. જો આ આંકડા સાચા સાબિત થાય છે તો હવે પઠાણ બીજા ક્રમે આવી ગઈ છે અને સૌથી વધુ કમાણી મામલે જવાન નંબર 1 પર આવી ગઈ છે.
શાહરૂખ ખાનની ‘જવાન’ ઓપનિંગ ડે પરથી જ છપ્પરફાડ કમાણી કરી રહી છે. ‘જવાન’એ પહેલા દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53.23 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 81 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 32.92 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે સાતમા દિવસે જવાને રૂ. 23.2 કરોડ અને આઠમા દિવસે રૂ. 21.6 કરોડ. જે બાદ જવાને પહેલા અઠવાડિયામાં 398.88 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે બીજા વીકેન્ડનો બોક્સ ઓફિસ ટ્રેન્ડ પણ ઘણો સારો રહ્યો છે. જવાને બીજા શુક્રવારે 19.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો બીજા શનિવારે ફિલ્મે 32.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us