શાહરૂખ ખાનની 'જવાન' રચશે નવો ઇતિહાસ, 600 કરોડનો બિઝનેસ કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બનશે

Jawan Box Office Collection day 24 : શાહરૂખ ખાનની જવાને સ્પીડ ધીમી કર્યા બાદ ફરી એકવાર પોતાની સ્પીડ પકડી છે. એવું લાગી રહ્યું છે કે, જવાન માટે વીકેન્ડ લકી છે. આ ફિલ્મના 24મા દિવસના આંકડા સામે આવી ગયા છે. જેમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

Jawan Box Office Collection day 24 : શાહરૂખ ખાનની જવાને સ્પીડ ધીમી કર્યા બાદ ફરી એકવાર પોતાની સ્પીડ પકડી છે. એવું લાગી રહ્યું છે કે, જવાન માટે વીકેન્ડ લકી છે. આ ફિલ્મના 24મા દિવસના આંકડા સામે આવી ગયા છે. જેમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Jawan| Jawan Box office collection Day 24| jawan Box Office collection| shah rukh khan

Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 24

Jawan Box Office Collection Day 24 : બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh khan) નું સ્ટારડમ બોક્સ ઓફિસ પર સતત છવાયેલું છે. કિંગ ખાનની જવાન (Jawan) 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. જવાને સ્પીડ ધીમી કર્યા બાદ ફરી એકવાર પોતાની સ્પીડ પકડી છે. એવું લાગી રહ્યું છે કે, જવાન માટે વીકેન્ડ લકી છે. શાહરૂખ ખાનની જવાન હવે 600 કરોડની નજીક પહોંચી ગઈ છે. આ ફિલ્મના 24મા દિવસના આંકડા સામે આવી ગયા છે. જેમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે.

Advertisment

અઠવાડિયાના દિવસોની સરખામણીમાં 'જવાન'એશનિવારે મોટી છલાંગ લગાવી છે. જવાને વિશ્વભરમાં 1055 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. હવે નિર્માતાઓ ફિલ્મ ભારતમાં 600 કરોડના ક્લબમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે.

ઇન્ડ્સ્ટ્રી ટ્રેકર અનુસાર, શાહરૂખ ખાનની 'જવાન'એ રિલીઝના 24માં દિવસે 9.25 કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કરીને બધાને ખુશ કરી દીધા છે. હવે ભારતમાં શાહરૂખના જવાનનું કુલ કલેક્શન 596.20 કરોડ સુધી પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં નિર્માતાઓને આશા છે કે રવિવારનું કલેક્શન સામે આવતા જ ફિલ્મ રૂ. 600 કરોડને પાર કરી જશે. તેવામાં આ ફિલ્મ રવિવારની રજાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે તેવી અપેક્ષા છે. તેમજ જવાન ભારતમાં 600 કરોડ રૂપિયાનો બિઝનેસ કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બનશે.

Advertisment
https://www.instagram.com/p/CwmVFHvosg_/

આ પણ વાંચો : Navratri 2023 Gujarati Singer : નવરાત્રી પર ગુજરાતના આ કલાકારો દેશ સહિત વિદેશની ધરતી પર ધમાલ મચાવે છે, આ નવરાત્રી પર પણ જામશે રંગ

શાહરૂખની ફિલ્મો એક પછી એક ઈતિહાસ રચી રહી છે. જવાને તેની રિલીઝ સાથે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા. ગદર 2ને હરાવીને, આ ફિલ્મ રૂ. 500 કરોડનો આંકડો પાર કરનાર પ્રથમ ફિલ્મ હતી. શાહરૂખની સામે રીલિઝ થઈ રહેલી ફિલ્મો પણ ખાસ કમાલ કરી રહી નથી. જવાન સાથે સ્પર્ધામાં કોઈ નથી. આ પહેલા ગદર 2 અને પઠાણ પણ રિલીઝ થઈ ચૂકી છે.

celebrities મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ શાહરૂખ ખાન