Jawan Box Office Collection Day 5 : બોલિવૂડના બાદશાહે સાબિત કરી દીધું છે કે 57 વર્ષની ઉંમરે પણ તેનો ચાર્મ યથાવત છે. કિંગ ખાનની ફિલ્મ જવાનને સિનેમાઘરોમાં રિલીઝ થયાના પાંચ દિવસ પૂર્ણ થઇ ગયા છે છતાં દર્શકોમાં શાહરૂખનો જાદુ યથાવત છે. જેને પગલે જવાને માત્ર પાંચ જ દિવસમાં વર્લ્ડવાઇડ અચંબિત કરી દે તેવું કલેક્શન કર્યું હોવાના સમાચાર સામે આવ્યાં છે. આ સાથે જવાન ભારતમાં ઓપનિંગ ડે પર 300 કરોડનો આંકડો પાર કરનારી ત્રીજી બોલિવૂડ ફિલ્મ બની ગઇ છે.
એક જૂના ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મારું કોઇ કોમ્પિટિશન નથી. મારા શબ્દ આજે પણ સાચા સાબિત થઇ રહ્યા છે. જેનું શ્રેષ્ઠ ઉદાહારણ ફિલ્મ ‘જવાન’ છે. જવાને બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર ઐતિહાસિક શરૂઆત કરી રેકોર્ડબ્રેક કમાણી કરી છે.
ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, જવાને 11 સપ્ટેમ્બર સોમવારે બોક્સ ઓફિસ પર 30 કરોડ રૂપિયાની કમાણી કરી શાનદાર કલેક્શન કર્યું છે. તેથી હવે ભારતમાં જવાનનું પાંચ દિવસનું કુલ કલેક્શન 316.16 કરોડ થઇ ગયું છે.
જો જવાનના ભાષાકીય કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે હિંદી ભાષામાં 17.38 કરોડ, તમિલ ભાષામાં 13.72 કરોડ અને તેલુગુ ભાષામાં 16.75 કરોડ રૂપિયાની ઓક્યૂપેંસી નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની જવાને રવિવારે 81 કરોડની કમાણી કરીને એક નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. જેને પગલે જવાન બોલવૂડના ઇતિહાસમાં માત્ર એક દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. જવાને પોતાના નામે ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે. જવાને રિલીઝના દિવસે જ મબલક કમાણી કરી હતી તેમજ વર્લ્ડવાઇડ આ ફિલ્મે પ્રથમ દિવસે જ 129.6 કલેક્શન કર્યું હતું. તો જવાન સાઉથમાં પણ સૌથી વધુ કમાણી કરનારી પહેલી બોલિવૂડ ફિલ્મ બની છે.





