Jawan Box offic collection day 7 : બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન(Shah Rukh Khan) ની ફિલ્મ ‘જવાન’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ તેના સાત દિવસ પૂર્ણ થઇ ગયા છે. ત્યારે કિંગ ખાનનો જાદુ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સિનેમાઘરો ખચોખચ ભરેલા જોવા મળી રહ્યો છે. તેથી જવાન બોક્સ ઓફિસ પર તાબડતોબ કમાણી કરી રહી છે. જો કે જવાનના સાતમા દિવસના કલેક્શનમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જવાનના સાતમા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે.
જવાન સાતમા દિવસે આટલી જ કમાણી કરી શકી
કિંગ ખાનની ‘જવાન’ના સાતમા દિવસના કલેક્શન વિશે વાત કરીએ તો, સેકનિલ્કના પ્રારંભિક આંકડા અનુસાર, ફિલ્મે 23.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મનું આ કલેક્શન એક સપ્તાહમાં સૌથી ઓછું માનવામાં આવે છે. આ પછી’જવાન’ની કુલ કમાણીનો આંકડો હવે 368.38 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. તે જ સમયે, ફિલ્મની વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ 621 કરોડ રૂપિયા અને ભારતની કુલ કમાણી 615 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
કિંગ ખાનની ફિલ્મ ‘જવાન’ના સાતમા દિવસના કલેક્શન વિશે વાત કરીએ તો, બોક્સ ઓફિસ ટ્રેકર સચનિલ્કના પ્રારંભિક ડેટા અનુસાર, તે 23.3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ફિલ્મનું આ કલેક્શન એક સપ્તાહમાં સૌથી ઓછું માનવામાં આવે છે. સાતમા દિવસના બિઝનેસ પછી ‘જવાન’ની કુલ કમાણીનો આંકડો હવે 368.38 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. તે જ સમયે, ફિલ્મની વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ 621 કરોડ રૂપિયા અને ભારતની કુલ કમાણી 615 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
જવાનનું અત્યાર સુધીનું બોક્સ ઓફિસ કલેક્શન
આ સિવાય જવાનના છ દિવસના કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53.23 રૂપિયા, ત્રીજા દિવસે 77.83 રૂપિયા, ચોથા દિવસે 81 કરોડ અને પાંચમાં 32.92 જ્યારે છઠ્ઠા દિવસે રૂ. 26 કરોડનો વેપાર કર્યો છે. પ્રથમ વીકએન્ડ પછી, બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણીની ગતિ સપ્તાહના દિવસોમાં ધીમી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જોકે, તેના બીજા સપ્તાહના અંતે કલેક્શનમાં બમ્પર ઉછાળો આવવાની શક્યતા છે. આ ફિલ્મ ભારતમાં ક્યારે 400 અને 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
જો કે ફિલ્મની સ્ટાર કાસ્ટ પર એક નજર કરીએ તો તેમાં સાઉથ અને બોલિવૂડનું મિશ્રણ જોવા મળે છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે સાઉથની લેડી સુપરસ્ટાર અભિનેત્રી નયનથારા, વિજય સેતુપતિ, પ્રિયામણી, રિદ્ધિ ડોગરા અને સાન્યા મલ્હોત્રા મહત્વની ભૂમિકામાં હતા. આ સાથે દક્ષિણ સિનેમાના જાણીતા દિગ્દર્શક એટલા કુમારે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.





