Jawan Box Office Collection Day 8 : શાહરૂખ ખાનની 'જવાન'નો જલવો ફિક્કો, 8માં દિવસે આટલી જ કમાણી

Jawan Box Office Collection day 8 : શાહરૂખ ખાનની જવાનના 8માં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. જવાનના છેલ્લા બે દિવસનું કલેક્શન જોતાં એવું લાગી રહ્યું છે કે, હવે ફિલ્મની કમાણીમાં ધીમે-ધીમે ઘટાડો થવાની શરૂઆત થઇ ગઇ છે.

Jawan Box Office Collection day 8 : શાહરૂખ ખાનની જવાનના 8માં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. જવાનના છેલ્લા બે દિવસનું કલેક્શન જોતાં એવું લાગી રહ્યું છે કે, હવે ફિલ્મની કમાણીમાં ધીમે-ધીમે ઘટાડો થવાની શરૂઆત થઇ ગઇ છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Jawan| Jawan Box office collection Day 24| jawan Box Office collection| shah rukh khan

Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 24

Jawan Box Office Collection Day 8 : શાહરૂખ ખાનની 'જવાન'એ વિશ્વભરમાં પોતાના નામનો ડંકો વગાડ઼્યો છે. 'જવાન'ને લઇને દર્શકોમાં ભારે ક્રેઝ હતો. તેથી ફિલ્મે રિલીઝના પ્રથમ સપ્તાહમાં જ 300 કરોડનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો. જો કે છેલ્લા 2 દિવસથી 'જવાન'ની કમાણીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં 'જવાન'ની આઠમાં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. જેમાં બુધવારની તુલનાએ ગુરૂવારનું કલેક્શન ઓછું છે.

Advertisment

મીડિયા રિપોર્ટ અનુસાર, 'જવાન' ગુરુવારે રિલીઝના 8માં દિવસે 19.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન 388.72 કરોડ રૂપિયા થઈ ગયું છે.

'જવાન'એ રિલીઝના પહેલા જ દિવસે 75 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે 53.23 કરોડનો બિઝનેસ કર્યો હતો. શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા, ચોથા દિવસે 80.1 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 32.92 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 26 કરોડ રૂપિયા અને સાતમા દિવસે 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે ફિલ્મ 8માં દિવસે 19.50 કરોડની કમાણી કરી શકે છે.

આ પણ વાંચો : Jawan OTT Release : શાહરૂખ ખાનની ‘જવાન’ના કરોડોમાં વેચાયા ઓટીટી રાઇટ્સ, આ પ્લેટ્ફોર્મ પર ફિલ્મ મચાવશે ધૂમ

Advertisment

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એ ભારતમાં 8 દિવસમાં 387.78 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, ત્યારે ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન પણ સામે આવ્યું છે. આ ફિલ્મે 7 દિવસમાં વિશ્વભરમાં 660.03 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તેની રિલીઝ પછી ઘણા રેકોર્ડ તોડ્યા છે, જો કે સમય સાથે ફિલ્મની કમાણી ઘટવા લાગી છે.

મનોરંજન ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ શાહરૂખ ખાન