/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Jawan-Box-Office-Collection-Day-3.jpg)
જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 3:
Jawan Leaked : જન્માષ્ટમીના પાવન પર્વ પર રિલીઝ થયેલી શાહરૂખ ખાનની જવાન ખુબ ધૂમ મચાવી રહી છે. સિનેમાઘરો ખચોખચ ભરેલા જોવા મળી રહ્યા છે. કૃષ્ણ જન્માષ્ટમીના સાથે લોકોમાં કિંગ ખાનની જવાનનો પણ ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ જવાન જોવા માટે બાદશાહના ફેન્સમાંથી કોઇ ઢોલ તો કોઇ છકડામાં સિનેમાઘર પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે મેકર્સને મોટો આંચકો લાગ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જવાન રિલીઝના થોડા જ કલાકોમાં પાયરસીનો શિકાર બની ગઈ છે. આ મૂવી તમિલરોકર્સ, એમપીફોરમુવીઝ, Vegamovies અને Filmyzilla સહિતની ઘણી સાઇટ્સ પર HD પ્રિન્ટમાં બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. ફિલ્મ લીક થવાથી તેની કમાણી પર અસર થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સને કરોડોનું નુકસાન થવાની શક્યતા છે.
Two types of festivals
1- according to calendars
2- when @iamsrk releases his films ...
God of masses #Jawanpic.twitter.com/DlwgzDx0Ko— SOLDIER ♕ (@iSoldier___) September 7, 2023
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે શાહરૂખ ખાનની કોઈ ફિલ્મ ઓનલાઈન લીક થઈ હોય આ પહેલા પઠાણ પણ તેની રિલીઝના થોડા કલાકો બાદ પાઈરેસીનો શિકાર બની હતી. જો કે, ફિલ્મના ઓનલાઈન લીક થવાની તેની કમાણી પર કોઈ અસર થઈ ન હતી અને શાહરૂખ ખાન-દીપિકા દાપુકોણ સ્ટારર ફિલ્મ પઠાણે રેકોર્ડ કલેક્શન કર્યું હતું.
શાહરૂખ ખાનની 'જવાન' ઓનલાઈન લીક થવાથી મેકર્સને ઝટકો લાગ્યો હોય પરંતુ ફિલ્મના એડવાન્સ બુકિંગે જવાન' ટીમને ખુશ કરી દીધી છે. શાહરૂખ ખાનની આ ફિલ્મનું રેકોર્ડ બ્રેક એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. અને ફિલ્મે પ્રીબુકિંગથી 17 કરોડથી વધુની કમાણી કરી લીધી છે, તેથી પ્રથમ દિવસે ફિલ્મના બમ્પર કલેક્શનની દરેક આશા છે.
#Jawan#JawanFirstDayFirstShow
FirstHalfReview!
Exceptional opening scenes.
Superb direction from #Atlee
New avatar of @iamsrk unlocked! @NayantharaU@VijaySethuOffl keep you on the edge.
Better than #Pathaan say fans!
Stay tuned on @ABPNews@abplivepic.twitter.com/XGGT1JyAt4— Rajesh Kumar Pal (@saregamapal) September 7, 2023
જવાનના રિવ્યૂની વાત કરીએ તો શાહરૂખ ખાનની ફિલ્મ એક તહેવારની જેમ ઉજવવામાં આવી રહી છે. જે લોકોએ ફિલ્મ જોઇ છે તેઓ પણ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. જે પણ આ ફિલ્મ જોઈ રહ્યા છે તે તેના વખાણ કરી રહ્યા છે. ‘જવાન’ના ચાહકો તેને બ્લોકબસ્ટર હિટ ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ‘જવાન’ના ખૂબ વખાણ થઈ રહ્યા છે. શાહરૂખ ખાનને મોટા પડદા પર ડાન્સ કરતા જોઈને લોકો ખુદ ડાન્સ કરવા લાગ્યા છે. થિયેટરમાંથી ડાન્સ કરતા લોકોનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us