Jawan movie | જવાન મુવી માટે શાહરુખ ખાને લીધી આટલી મોટી ફી, વિજય સેતુપતિએ પણ તગડી રકમ લીધી

Jawan Movie Star Cast Fee : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન તેની આગામી મુવી 'જવાન'ને લઇને સતત ચર્ચામાં છે. જવાનનું ટ્રેલર ગઇકાલે જ રિલીઝ કરવામાં આવ્યું છે. જે એક્શન થ્રીલરથી ભરપૂર છે. ત્ચારે આવો જાણીએ ફિલ્મી સ્ટાર કાસ્ટની ફી વિશે.

Jawan Movie Star Cast Fee : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન તેની આગામી મુવી 'જવાન'ને લઇને સતત ચર્ચામાં છે. જવાનનું ટ્રેલર ગઇકાલે જ રિલીઝ કરવામાં આવ્યું છે. જે એક્શન થ્રીલરથી ભરપૂર છે. ત્ચારે આવો જાણીએ ફિલ્મી સ્ટાર કાસ્ટની ફી વિશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Shah Rukh khan | Jawan Trailer | Jawan star Cast Fee | Deepika Padukone

શાહરૂખ ખાન ફાઇલ તસવીર

Jawan Movie Star Cast : બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ 'જવાન'ને કારણે જોરશોરથી ચર્ચામાં છે. ફિલ્મ 'જવાનનું ટ્રેલર' ગઇકાલે 11 જુલાઇએ રિલીઝ કરવામાં આવ્યું હતું. જે એક્શન થ્રીલરથી ભરપૂર છે. જો આ ટ્રેલર તમારે હજુ જોવાનું બાકી હોય તો ખરેખર તમને જોઇને મજા પડી જશે. મહત્વનું છે કે, ફિલ્મ 'જવાનના ટ્રેલર'ના નામે એક રેકોર્ડ પણ નોંધાયો છે. આ ફિલ્મના ટ્રેલરને માત્ર 24 કલાકની અંદર એટલા વ્યૂઝ મળી ગયા કે જૂના બધા રેકોર્ડને તોડી દીધા હતાં.

Advertisment

શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના ધમાકેદાર ટ્રેલરને 112 મિલિયન જેટલા વ્યૂઝ મળ્યા હતા. જેને પગલે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જોવાના વીડિયોમાં ટોપ પર સ્થાન મેળવ્યું. આ એ વાતની પણ સાબિતી છે કે શાહરૂખ ખાનની ફિલ્મોની કેટલી લોકપ્રિયતા છે. ફિલ્મના ટ્રેલરને દર્શકો દ્વારા આટલો સારો અને જબરદસ્ત પ્રતિસાદ મળતા ફિલ્મ રિલીઝના પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે અંગે ભવિષ્યવાણી કરશે.

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાન જવાન આ વર્ષે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્ચારે પ્રાપ્ત વિગત અનુસાર, આ ફિલ્મને એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે, જવાન બોકસ ઓફિસ પર ઓપનિંગ ડે એ અંદાજિત 50 કરોડની કમાણી કરશે.

https://www.instagram.com/p/CugTbrcoeEw/?hl=en

હવે વાત કરીએ જવાન ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી વિશે. ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ, સાઉથની સુપરસ્ટાર નયનથારા, વિજય સેતુપતિ સહિત સાન્યા મલ્હોત્રા મહત્વની ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાન વર્ષની સૌથી મોટી બહુપ્રતિક્ષિત ફિલ્મ છે. ફિલ્મમાં આટલી મોટી હસ્તીઓને એકસાથે જોવા માટે પ્રશંસકો આતુર છે. મીડિયા અહેવાલ પર વિશ્વાસ કરીએ તો શાહરૂખ ખાને આ ફિલ્મ માટે લગભગ 100 કરોડની મોટી રકમ લીધી છે. જ્યારે નયનથારાએ 8 થી 10 કરોડ રૂપિયાની ફી લીધી છે.

Advertisment

આ પણ વાંચો : શાહરૂખ ખાન અંગે હેમા માલિનીએ મોટો ખુલાસો કર્યો, ડ્રીમ ગર્લની ગુરૂ માં એ ભવિષ્યવાણી કરી હતી, પછી જે થયું…

બીજી બાજુ પ્રિયામણિએ 2 કોરડ઼ ફી લીધી છે. ફિલ્મ જવાનમાં ખતરનાક દમદાર વિલેનનું પાત્ર અદા કરનારા સ્ટાર વિજય સેતુપતિએ 21 કરોડ રૂપિયા ફી લીધી હોવાનો અહેવાલ છે. આ ફિલ્મના ટ્રેલરમાં સુનીસ ગ્રોવર પણ નજર આવ્યો હતો. જેને 75 લાખ રૂપિયા ફી લીધી છે. જો કે દીપિકા પાદુકોણની ફી અંગે કોઇ જાણકારી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર, ફિલ્મ જવાનનું બજેટ 220 કરોડ રૂપિયા છે.

શાહરૂખ ખાન ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ