Shah Rukh Khan Movie Jawan : હાલમાં શાહરૂખ ખાન પોતાની ફિલ્મ ‘જવાન’ને લઈને સતત ચર્ચામાં છે. આ દિવસોમાં થિયેટરોમાં ‘જવાન’નું તોફાન ફાયર મોડ પર ચાલી રહ્યું છે. 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે 700 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે.
લોકોને ફિલ્મની વાર્તા ખૂબ જ પસંદ આવી રહી છે. કહાનીની સાથે-સાથે ફિલ્મના ડાયલોગ્સ પણ જોરદાર છે. ફિલ્મના ડાયલોગ પર સિનેમાઘરોમાં સીટીઓ વાગી રહી છે. ખાસ કરીને આલિયા ભટ્ટનો ઉલ્લેખ કરતા ડાયલોગની ખૂબ ચર્ચા થઈ રહી છે.
હકીકતમાં ફિલ્મમાં એક સીન છે, જેમાં નયનથારા શાહરૂખ ખાનને સવાલ કરે છે કે, તમારે હવે શું જોઈએ છે? આ પ્રશ્નના જવાબમાં કિંગ ખાને કહ્યું કે,’મારે જોયે તો આલિયા ભટ્ટ…’ હવે ‘જવાન’ના ડાયોલગ્સ રાઇટરે આ સંવાદની પાછળનો કિસ્સો સંભળાવ્યો છે.
આ માટે આલિયા ભટ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
‘જવાન’ના ડાયલોગ રાઈટર સુમિત અરોરાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, હું આલિયા ભટ્ટના ડાયલોગ માટે તૈયાર નહોતો. ‘મને લાગતું હતું કે તે સારું નથી, પરંતુ શાહરૂખ સરે મને કહ્યું કે, તે ખૂબ જ સારો છે. ત્યારે શાહરૂખ સરના કહેવા પર જ અમે આ ડાયલોગ ફિલ્મમાં રાખ્યો હતો. જ્યારે મેં આ ડાયલોગ પર લોકોની પ્રતિક્રિયા જોઈ ત્યારે મને ખૂબ સારું લાગ્યું.’
સુમિતે વધુમાં કહ્યું કે, ‘જવાનમાં શાહરૂખ ખાનના વિલેન વાળા સંવાદો છે તેને હું કોઇપણ સંજોગોમાં લખવાનું ભુલી શકતો નહોતો. આ સંવાદો શાહરૂખ ખાન માટે જ બન્યા છે. કારણ કે તેઓએ બાજીગર અને ડોનમાં વિલેવનનું પાત્ર નિભાવીને બધાને આશ્વચર્યચકિત કરી દીધા હતા.’
‘જવાન’નું બોક્સ ઓફિસ કલેક્શન
ઉલ્લેખનીય છે કે,’જવાન’માં શાહરૂખ ખાન સિવાય નયનથારા અને વિજય સેતુપતિ મહત્વના રોલમાં છે. આ સિવાય સંજીતા ભટ્ટાચાર્ય, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણી, ગિરિજા ઓક, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર, મુકેશ છાબરા, યોગી બાબુ અને એજાઝ ખાન જોવા મળે છે. સંજય દત્ત અને દીપિકા પાદુકોણનો ખાસ કેમિયો છે. આ સિવાય જો ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 10 દિવસમાં 440.48 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તેમજ આ ફિલ્મે વિશ્વભરમાં 735.02 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.





