Jaya Bachchan Birthday : બોલિવૂડ અભિનેત્રી અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની પત્ની જયા બચ્ચન (Jaya Bachchann) આજે 9 એપ્રિલે પોતાનો 76મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રીનો જન્મ 9 એપ્રિલ 1948ના રોજ જબલપુરમાં થયો હતો. જયા બચ્ચનના બર્થડે પર તેની અને અમિતાભ બચ્ચનની પ્રેમ કહાની વિશે વાત કરીશું.

અમિતાભ બચ્ચન જયા પહેલી મુલાકાત
જયા ભાદુરી અને અમિતાભ બચ્ચનની પહેલી મુલાકાત વર્ષ 1970માં પૂણે ફિલ્મ ઇન્સ્ટિયુટમાં થઇ હતી. તે સમયે જયા બચ્ચન બી ટાઉનની જાણીતી એક્ટ્રેસ હતી, જ્યારે બિગ બી હજુ સંઘર્ષ કરી રહ્યા હતા. જો કે પહેલી મુલાકાતમાં જયાને અમિતાભ બચ્ચનનું વ્યક્તિત્વ પસંદ આવ્યું હતું. તમને જાણીને નવાઇ લાગશે કે શહેનશાહને એક મેગેઝીન કવર પર જયાનો ફોટો જોઇને જ પ્રેમ થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે નિર્દેશક હ્રિર્ષિકેશ મુખર્જીએ અમિતાભ બચ્ચન અને જયાની મુલાકાત કરાવી હતી. અમિતાભ બચ્ચન અને જયાએ 3 જૂન 1973ના રોજ લગ્ન કર્યા હતા.
અમિતાભ બચ્ચન અને જયા લવ સ્ટોરી
અમિતાભ બચ્ચન પોતાની એક ફિલ્મની શૂટીંગ પૂર્ણ કર્યા પછી તેઓ પોતાના કેટલાક મિત્રો અને જયા બચ્ચનને લઈને વિદેશ ફરવા જવા ઈચ્છતા હતા. આ વાતની પરવાનગી તેમને પોતાના પિતા હરિવંશ રાય બચ્ચન પાસે માગી ત્યારે તેમને કહ્યું કે, જો તેઓ જયાને વિદેશ ફરવા લઈ જવા ઈચ્છે છે તો જયા સાથે લગ્ન કરવા પડશે. લગ્ન કર્યા બાદ જ અમિતાભ જયાને લઈને વિદેશ ફરવા જઈ શકશે. આજ કારણે અમિતાભે જયા સાથે પહેલાં લગ્ન કરવા પડ્યાં. ત્યાર બાદ બન્નેને સાથે વિદેશ ફરવા જવાની પરિવાર તરફથી પરવાનગી મળી હતી.
અમિતાભ બચ્ચન અને જયા મુવી
અમિતાભ બચ્ચન અને જયાએ પહેલી ફિલ્મ ગુડ્ડીમાં સાથે કામ કર્યું હતું. બિગ બી તેમની લેડી ક્રશ સાથે પ્રથમ વખત કામ કરવા માટે ખુબ ઉત્સાહિત હતા. 1972માં રિલીઝ થયેલી ફિલ્મ બંસી બિરજુમાં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી પહેલીવાર લીડ રોલમાં નજર આવ્યાં હતા.





