Jaya Bachchan : અભિનેત્રી-રાજકારણી જ્યા બચ્ચન (Jaya Bachchan) એ લગ્ન બાદ તરત જ પતિ અમિતાભ બચ્ચનની સરનેમ નામ પાછળ જોડી દીધી હતી. એકટ્રેસ પહેલા જ્યા ભાદુરી તરીકે ઓળખાતી હતી. જો કે, ગઈકાલે 29 જુલાઈ 2024 ના સંસદ સત્ર દરમિયાન એકટ્રેસને આ નામથી નામથી સંબોધવામાં આવી હતી, ત્યારે શ્રીમતી બચ્ચન રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંઘ પર ગુસ્સે થઇ હતી. એકટ્રેસએ શું કહ્યું અહીં જાણો
હરિવંશએ તેમની સામે રાખેલા સાઈનમાંથી રાજકારણીનું નામ વાંચ્યું અને તેમને બોલવા માટે આમન્ત્રિત કર્યા અને કહ્યું ‘શ્રીમતી જયા અમિતાભ બચ્ચન જી, કૃપા કરીને.’ જયાએ તરત જ જવાબ આપ્યો, ‘સર, માત્ર જયા બચ્ચન કહેશો તો પૂરતું છે.’ ઉપાધ્યક્ષએ ધ્યાન દોર્યું કે શ્રીમતીનું નામ સત્તાવાર રીતે એજ નોંધાયેલું છે.’
આ પણ વાંચો: Khatron Ke Khiladi 14 : ખતરોં કે ખિલાડીમાં રોહિત શેટ્ટી અસીમ રિયાઝના ખરાબ વર્તનથી ભડક્યો, અસીમ શોમાંથી બહાર
જો કે, જયા બચ્ચને કહ્યું, ‘કેટલીક નવી પદ્ધતિઓ ઉભરી આવી છે કે સ્ત્રીઓને તેમના પતિના નામથી ઓળખવી પડે છે. સ્ત્રીઓની કોઈ ઓળખ નથી. તેમની પાસે કોઈ સિદ્ધિઓ નથી, તેમની પોતાની કોઈ ઓળખ નથી.’
આ પણ વાંચો: Bigg Boss OTT 3 : શા માટે રણવીર શૌરી માટે 25 લાખ રૂપિયાની ઈનામી રકમ મહત્વની છે? કારકિર્દી વિશે શું કહ્યું?
જયા બચ્ચનનો વાયરલ વીડિયો જુઓ
કેટલાક યુઝર્સે જ્યા બચ્ચનને ‘બહાદુર’ કહ્યા અને પોતાના માટે ઊભા રહેવાની તેની પસંદગીનો બચાવ કર્યો. એક યુઝર્સએ અભિપ્રાય આપ્યો, “આજે લોકો ખૂબ પસંદગીયુક્ત છે. જો તેના સ્થાને અન્ય કોઈ મહિલા હોત, તો તેને ટેકો આપ્યો હોત. જોકે તે ખોટી નથી. ‘બચ્ચન’ બનતા પહેલા તે પોતે એક સફળ અભિનેત્રી હતી. ખરેખર, આપણી વિચારસરણી કેટલી બદલાઈ છે.’