જયા બચ્ચનએ પાપારાઝીના કપડાં, બેકગ્રાઉન્ડ પર કમેન્ટ પર અશોક પંડિતએ કરી નિંદા, શું કહ્યું?

તાજતેરમાં ફિલ્મ નિર્માતા અને ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશનના પ્રમુખ, અશોક પંડિતે જયા બચ્ચનને બીજા વ્યવસાય વિશે 'નિષ્ઠ વર્ગવાદી કમેન્ટ' કરવા પર નિંદા કરનાર ગણાવ્યા હતા.

Written by shivani chauhan
December 02, 2025 08:42 IST
જયા બચ્ચનએ પાપારાઝીના કપડાં, બેકગ્રાઉન્ડ પર કમેન્ટ પર અશોક પંડિતએ કરી નિંદા, શું કહ્યું?
જયા બચ્ચન પાપારાઝી નિવેદન અશોક પંડિત ઇન્સ્ટાગ્રામ મનોરંજન। jaya bachchan reeks of snobbish elitism says ashoke pandit after her gande kapde remarks on paparazzi

પીઢ અભિનેત્રી જયા બચ્ચન (Jaya Bachchan) ની પાપારાઝી સંસ્કૃતિ વિશેની તાજેતરની ટિપ્પણીઓથી વ્યાપક આક્રોશ ફેલાયો છે. તેમણે પાપારાઝી કપડાં, શિક્ષણ અને બેકગ્રાઉન્ડ પર ટિપ્પણી કરી, પ્રશ્ન કર્યો કે તેઓ તેમનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે છે. સંસદસભ્યે એમ પણ કહ્યું કે તેમને મીડિયા પ્રત્યે ઊંડો આદર છે કારણ કે તે પોતે એક પત્રકારની પુત્રી છે.

તાજતેરમાં ફિલ્મ નિર્માતા અને ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશનના પ્રમુખ, અશોક પંડિતે જયા બચ્ચનને બીજા વ્યવસાય વિશે ‘નિષ્ઠ વર્ગવાદી કમેન્ટ’ કરવા પર નિંદા કરનાર ગણાવ્યા હતા.

જયા બચ્ચનની નિંદા કોણે અને કેમ કરી?

અશોક પંડિતે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જયાની પાપારાઝી સંસ્કૃતિ વિરુદ્ધની કમેન્ટની ટીકા કરી હતી . તેણે કહ્યું કે “પાપારાઝી વિરુદ્ધ જયા બચ્ચનજીના નિવેદનથી ધૂર્તતાનો અનુભવ થાય છે. અમુક પાપારાઝીઓના આક્રમક કવરેજની ટીકા કરવી એક વાત છે, પરંતુ આ વ્યવસાયને સંપૂર્ણપણે નીચું ગણવો, જેમાં સીધી વર્ગવાદી કમેન્ટ શામેલ છે, તે આપણા ફિલ્મ ઉદ્યોગના આટલા વરિષ્ઠ સભ્ય અને સંસદસભ્ય માટે અયોગ્ય છે.”

નોટમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે “તેઓ મહેનતુ વ્યાવસાયિકો છે જે પોતાનું કામ કરે છે, જેના માટે મોટાભાગે તેમને સ્ટાર્સ અને તેમની પીઆર ટીમો દ્વારા બોલાવવામાં આવ્યા છે. તેથી જો તે પાપારાઝી સંસ્કૃતિ સામે આટલી મજબૂત અભિપ્રાય ધરાવે છે, તો આ ખોટી રીતે ગુસ્સે થવાને બદલે અંદર જોવાનો સમય આવી ગયો છે.” અશોક પંડિત ઉપરાંત, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પણ અભિનેતાની તાજેતરની કમેન્ટથી નારાજ હતા.

પાપારાઝી વિશે જયા બચ્ચનનું નિવેદન

મીડિયા પાપારાઝી સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં જયાએ કહ્યું, “મીડિયા સાથે મારો સંબંધ શાનદાર છે, હું મીડિયાનું ઉત્પાદન છું. પણ પાપારાઝી સાથે મારો સંબંધ શૂન્ય છે. આ લોકો કોણ છે? શું તેઓ આ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે તાલીમ પામેલા છે? તમે તેમને મીડિયા કહો છો? હું મીડિયામાંથી આવું છું, મારા પિતા પત્રકાર હતા. મને આવા લોકો માટે અપાર, અતિશય આદર છે.”

તેણે આગળ કહ્યું, “પણ બહાર જઈને ક્રેઝી થાય છે, તેઓ સસ્તા ટાઈટ પેન્ટ પહેરી અને હાથમાં મોબાઈલ લઈને ફરે છે , તેઓ વિચારે છે કે તેમની પાસે મોબાઈલ હોવાથી, તેઓ તમારો ફોટો લઈ શકે છે અને જે ઈચ્છે તે કહી શકે છે. અને, તેઓ જે પ્રકારની કમેન્ટ પાસ કરે છે! આ લોકો કેવા પ્રકારના લોકો છે? કહાં સે આતે હૈં , કિસ તરહ કા શિક્ષણ હૈ ? શું બેકગ્રાઉન્ડ છે ? તેઓ આપણું પ્રતિનિધિત્વ કરશે? ફક્ત એટલા માટે કે તેઓ યુટ્યુબ અથવા કોઈપણ સોશિયલ પ્લેટફોર્મ પર પહોંચી શકે છે?”

જયા બચ્ચને સેલિબ્રિટીઓ દ્વારા પાપારાઝીને ફક્ત ફોટોગ્રાફી માટે એરપોર્ટ પર બોલાવવાની સંસ્કૃતિ પર પણ કમેન્ટ કરી હતી. તેણે કહ્યું કે “હું તેમને ઓળખતી નથી. તમે કોની વાત કરી રહ્યા છો તે મને ખબર નથી. મારો પૌત્ર (અગસ્ત્ય બચ્ચન) પણ નાનો છે, પણ તે કોઈ સોશિયલ નેટવર્ક પર નથી. જો તમારે એરપોર્ટ પર લોકોને તમારા ફોટા પાડવા માટે બોલાવવા પડે, તો તમે કેવા પ્રકારના સેલિબ્રિટી છો?”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ