Jigra Box Office Collection Day 1 : આલિયા ભટ્ટ (Alia Bhatt) અને વેદાંગ રૈના (Vedang Raina) સ્ટારર ફિલ્મ જીગરાને શુક્રવારે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. વાસન બાલા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના સમગ્ર ભારતમાં 3000 થી વધુ શો હતા અને ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા મુજબ, ફિલ્મે તેના શરૂઆતના દિવસે ₹ 4.25 કરોડની કમાણી કરી હતી. આ 2014ના હાઇવે પછી આલિયાની સૌથી લોએસ્ટ ઓપનર છે.
હિન્દી અને તેલુગુમાં રિલીઝ થયેલી જીગરા હિન્દીમાં એકંદરે 20.13 ટકાનો કબજો કર્યો અને 2900 શો સાથે ₹ 4.2 કરોડ એકત્ર કર્યા હતા. તેલુગુમાં, ફિલ્મના માત્ર 42 શો હતા અને તેમાં 20.17 ટકાનો કબજો જોવા મળ્યો હતો અને 50,000 રૂપિયાની કમાણી થઈ હતી.
આ પણ વાંચો: રતન ટાટા જાણીતી એકટ્રેસના પ્રેમમાં પડ્યા પરંતુ અધૂરી રહી લવ સ્ટોરી
આલિયા ભટ્ટ ની 2014 ની ફિલ્મ હાઈવે, જ્યારે આલિયા હિન્દી સિનેમામાં મુખ્ય અભિનેત્રી તરીકે આવી ત્યારે રિલીઝ થઈ હતી, તેણે શરૂઆતના દિવસે ₹ 3.4 કરોડની કમાણી કરી હતી પરંતુ આખરે ભારતમાં ₹ 30 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. હાઇવે પછી જ આલિયા તેની પેઢીની સૌથી નોંધપાત્ર અભિનેત્રીઓમાંની એક તરીકે જાણીતી બની હતી. ત્યારથી, આલિયાને ઘણી સફળતાઓ મળી છે જ્યાં તે ફિલ્મ ડિયર જિંદગી, રાઝી, ગંગુબાઈ કાઠિયાવાડીની મુખ્ય સ્ટાર હતી.
આ ફિલ્મ રાજકુમાર રાવ અને તૃપ્તિ ડીમરીની વિકી ઔર વિદ્યા કી વો વાલા વિડિયો સાથે રિલીઝ થઈ હતી, જે આલિયા ભટ્ટની ફિલ્મ કરતાં થોડી વધુ કમાણી કરવામાં સફળ રહી છે. સેકનિલ્કના જણાવ્યા અનુસાર રાજ શાંડિલ્યા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે 5 કરોડની કમાણી કરી હતી. જોકે, આ ફિલ્મના ભારતભરમાં લગભગ 3500 શો હતા, જે આલિયાની ફિલ્મ કરતાં તુલનાત્મક રીતે વધુ હતા.
આ પણ વાંચો: Alia Bhatt | આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કરિયર જંગ? એકટ્રેસનો મોટો ખુલાસો
જીગરા ટ્રેલર (Jigra Trailer)
2024માં આલિયાની એકમાત્ર રિલીઝ થયેલી જીગરા ફિલ્મ છે. અભિનેતા છેલ્લા કેટલાક વર્ષોથી હિટ ફિલ્મમાં છે. પેંડેમીક પછી જયારે થિયેટરમાં લોકોને જતા થોડો ટાઈમ લાગ્યો, ત્યારે આલિયાએ સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી રિલીઝ થઇ હતી. તે પછી આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી, જેણે બોક્સ ઓફિસ પર પણ મોટી કમાણી કરી હતી. તેની છેલ્લી રિલીઝ, રોકી ઔર રાની કી પ્રેમ કહાની પણ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.