/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-11-01T125241.761.jpg)
Jio World Plaza Bollywood Celebrites : જિયો વર્લ્ડ પ્લાઝાના રેડ કાર્પેટ પર બોલિવૂડ સેલિબ્રિટીઓએ શાનદાર લૂકમાં મહેંફિલ લૂંટી
Jio World Bollywood Celebrities : મુંબઈમાં મશહૂર અંબાણી પરિવારે Jio વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ જોતા રહી જાવ તેવા લૂકમાં એન્ટ્રી કરી હતી. આ દરમિયાન સલમાન ખાનથી લઈને મલાઈકા અરોરા, કરીના કપૂર સુધીના દરેકે પોતાની સ્ટાઈલ અને ગ્લેમરસ લૂકથી ઈવેન્ટમાં જાન ફૂંકી હતી. હાલમાં તેના વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યા છે.
જિયો વર્લ્ડ પ્લાઝાના લૉન્ચિંગમાં અભિનેત્રી જાહ્નવી કપૂરે હેવી ચમકદાર લૂકમાં હાજરી આપી હતી. તો દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, મલાઇકા અરોરા સહિત રશ્મિકા મંદાનાએ પણ જાજરમાન લૂકમાં મહેફિલ લૂંટી હતી.
મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના લોન્ચિંગની રેડ કાર્પેટ ઇવેન્ટમાં મુકેશ અંબાણી-નીતા અંબાણી તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા સાથે આ અવતારમાં એન્ટ્રી પાડી હતી.
#WATCH | Mukesh Ambani-Nita Ambani with their son Akash Ambani and daughter-in-law Shloka Mehta at the red carpet event of the launch of Jio World Plaza in Mumbai. pic.twitter.com/0WNpHCHzUQ
— ANI (@ANI) October 31, 2023
સૌપ્રથમ ફેશન આઇકોન રણવીર સિંહની વાત કરીએ તો હંમેશાની જેણેમ તેણે શાનદાર લૂકમાં મહેંફિલ લૂંટી હતી. ઉપર બ્લે બ્લેઝર અને નીચે બ્લેક ધોતીમાં તેણે એન્ટ્રી પાડી હતી.
જો સારા અલી ખાનની વાત કરીએ તો તેનો આ વીડિયો જોઇને તમે જોતા જ રહીશ જશો. સારા અલી ખાન જિયો વર્લ્ડ પ્લાઝામાં એકદમ હેવી અને ચમકદાર ગોલ્ડન ક્રોપ ટોપમાં હુસ્નનો જલવો વિખેર્યો હતો.
નેશનલ ક્રશ અને સાઉથની ફેમસ અભિનેત્રી રશ્મિકા મંદાના પણ ગોલ્ડન શોર્ટ મિની ડ્રેસમાં જિયો વર્લ્ડ પ્લાઝા ઇવેન્ટમાં હાજર રહી હતી. આ વીડિયોમાં તે ઘણી કૂલ અને મસ્તી કરતી જોવા મળી રહી છે.
જ્યારે જેકલીન ફર્નાન્ડીસ જિયો વર્લ્ડ પ્લાઝા ઇવેન્ટમાં સિમ્પલ ઓફ શોલ્ડર રેડ ફ્રોકમાં હાજર રહી હતી.
બીજી બાજુ બોલિવૂડની લોલો અને એવરગ્રીન બ્યૂટી કરિશ્મા કપૂરે જિયો વર્લ્ડ પ્લાઝા ઇવેન્ટ માટે સ્ટાઇલિશ રેડ સાડી અને ઉપર રેડ બ્લેઝર પહેર્યું હતું. આ લૂકમાં કરિશ્મા અતિ સુંદર લાગી રહી છે. કરિશ્માનો આ લૂક ખુબ જ સ્ટાઇલિશ છે.
બેલી ડાન્સ ક્વીન નોરા ફતેહીની વાત કરીએ તો તે રેડ કલરની સ્ટાઇલિશ સાડીમાં સુપરહોટ લાગી રહી હતી.
બોલિવૂડની ફેશન ક્વીન મૌની રોય પણ પિંક કલરના ગાઉનમાં આગ લગાવી દે તેવી લાગી રહી છે.
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જિયો વર્લ્ડ પ્લાઝામાં બ્લેક ફ્રોકમાં આકર્ષક લાગી રહી હતી. સાથે જ તેણે બહુ મોંઘું પર્સ પણ કેરી કર્યું હતું.
જિયો વર્લ્ડ પ્લાઝામાં આલિયા ભટ્ટ તો કંઇક અલગ જ લૂકમાં જોવા મળી હતી.
બોલિવૂડની સુપરહોટ અભિનેત્રીમાંથી એક જાહ્નવી કપૂરનો લૂક પણ ઘણો ચમકદાર છે. જાહ્નવી કપૂરે એકદમ જાજરમાન સિલ્વર લહેંગા અને ઉપર પર્પલ સ્ટ્ર્ગ પહેરી હતી.
મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના લોન્ચિંગની રેડ કાર્પેટ ઇવેન્ટમાં અભિનેત્રી કાજલ અગ્રવાલ અને તેના ગૌતમ કિચલુ સાથે નેવી બ્લૂ કરના ઓફ શોલ્ડર ગાઉનમાં પહોંચી હતી . આ ગાઉન પર તેણે રેડ ડાર્ક લિપ્સ્ટીક લગાવી હતી. શ્રુતિ હસન આ લૂકમાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
#WATCH | Actress Nushrratt Bharuccha at the red carpet event of the launch of Jio World Plaza in Mumbai. pic.twitter.com/F9C3NEj3n4
— ANI (@ANI) October 31, 2023
મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના રેડ કાર્પેટ લોન્ચ ઈવેન્ટમાં અભિનેત્રી નુસરત ભરૂચા ઓફ શોલ્ડર મિની ડ્રેસ, બાર્બી હેયર સ્ટાઇલ અને હાઇ હીલમાં પહોંચી હતી .
#WATCH | Actress-model Malaika Arora at the red carpet event of the launch of Jio World Plaza in Mumbai. pic.twitter.com/Iv0xvmhcMN
— ANI (@ANI) October 31, 2023
મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના લોન્ચિંગની રેડ કાર્પેટ ઈવેન્ટમાં અભિનેત્રી-મૉડલ મલાઈકા અરોરા ફૂલ બ્લેક લૂકમાં ગોર્જિયલ લાગી રહી હતી. આ ગાઉન પર તેને હેવી બે નેકપીસ પહેર્યા હતા.
મુંબઈમાં Jio વર્લ્ડ પ્લાઝાના લોન્ચિંગની રેડ કાર્પેટ ઇવેન્ટમાં અભિનેત્રી કેટરિના કૈફ ફ્લોરલ પ્રિન્ટેડ લૂકમાં પહોંચી હતી.
#WATCH | Actress Katrina Kaif at the red carpet event of the launch of Jio World Plaza in Mumbai. pic.twitter.com/PKV8XVp51s
— ANI (@ANI) October 31, 2023


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us