John Abrahm : ડૂબવાના કગાર પર હતું જોન અબ્રાહ્મનું કરિયર, પછી આ ફિલ્મમાં શાહરૂખ ખાન સામે લીધો પંગો અને મળી 1000 કરોડની હિટ

John Abrahm : એક એવો સમય હતો જ્યારે એક્ટરની કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થતી નહોતી. પરંતુ, જ્યારે તેણે સિલ્વર સ્ક્રીન પર શાહરૂખ ખાન સાથે 'પઠાણ'માં પંગો લીધો તેણે તેના ડૂબતા કરિયરને બચાવી લીધું.

John Abrahm : એક એવો સમય હતો જ્યારે એક્ટરની કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થતી નહોતી. પરંતુ, જ્યારે તેણે સિલ્વર સ્ક્રીન પર શાહરૂખ ખાન સાથે 'પઠાણ'માં પંગો લીધો તેણે તેના ડૂબતા કરિયરને બચાવી લીધું.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
John Abrahm | John Abrahm Birthday | John Abrahm Movies | John Abrahm Wife | John Abrahm Religion

John Abrahm : ડૂબવાના કગાર પર હતું જોન અબ્રાહ્મનું કરિયર

John Abraham Birthday : બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ (John Abrahm) આજે 17 ડિસેમ્બરે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીમાં તેની ઓળખ એક્શન હીરો તરીકે છે. તે તેના સ્ટંટ અને બોડીના કારણે પણ ખૂબ લોકપ્રિય છે. અભિનેતાએ 'ફોર્સ' અને 'ધૂમ' જેવી ફિલ્મોમાં પોતાની બોડી બતાવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. લોકો તેના સિક્સ એબ્સના ફેન છે. પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપનાર આ અભિનેતાએ ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. એક એવો સમય હતો જ્યારે એક્ટરની કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થતી નહોતી. પરંતુ, જ્યારે તેણે સિલ્વર સ્ક્રીન પર શાહરૂખ ખાન સાથે 'પઠાણ'માં પંગો લીધો જેણે તેના ડૂબતા કરિયરને બચાવી લીધું.

Advertisment

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં બોલિવૂડના ઘણા કલાકારોએ એક્ટિંગની દુનિયામાં કમબેક કરી ધૂમ મચાવી હતી. જોન અબ્રાહમ પણ તે પૈકી એક છે. આજે જોન અબ્રાહ્મ એક્ટર 51 વર્ષનો થઇ ગયો છે. જોન અબ્રાહ્મનો જન્મ 17 ડિસેમ્બર 1972ના રોજ થયો હતો. જો બોલિવૂડના પાવરફુલ સ્ટાર્સમાંથી એક છે. જોન અબ્રાહ્મ સારી ફેન ફોલોઈંગ ધરાવે છે. જો કે, 2018 પછી તેની કારકિર્દીનો એક એવો તબક્કો હતો, જ્યારે તેની એક પણ ફિલ્મ હિટ થતી નહોતી. જોન અબ્રાહ્મની છેલ્લી સુપરહિટ ફિલ્મ 'સત્યમેવ જયતે' હતી, જે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ પછી જોનની રિલીઝ થયેલી તમામ ફિલ્મો ખરાબ રીતે હિટ રહી હતી.

https://www.instagram.com/p/CzJD8QWMMLb/?hl=en

2018 પછી જોન અબ્રાહ્મની 7 ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઇ હતી. જેમાં 'રોમિયો અકબર વાલ્ટર', 'બાટલા હાઉસ', 'પાગલપંતી', 'મુંબઈ સાગા', 'સત્યમેવ જયતે 2', 'અટેક પાર્ટ 1' અને 'એક વિલન રિટર્ન્સ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. 'એક વિલન રિટર્ન્સ' કોરોના કાળ પછી 2022માં રિલીઝ થઈ હતી. જેને બોક્સ ઓફિસ પર કોઈ સફળતા મળી ન હતી. આમાં તે નેગેટિવ રોલમાં હતો. જો કે ફિલ્મમાં તેનું પાત્ર ચોક્કસપણે પસંદ આવ્યું હતું.

https://www.instagram.com/p/CtnmNtUIxdf/?hl=en

આ પણ વાંચો : Year Ender 2023 : આ વર્ષે બોલિવૂડની આ સુપરહિટ મુવીના ફેમસ ડાયલોગ્સ લોકમુખે રમતા થયા, એક નજર કરો

Advertisment

આ પછી જોન અબ્રાહમને શાહરૂખ ખાનની ફિલ્મ મળી. તે હતી 'પઠાણ', જે 2023ના પ્રારંભમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 'પઠાણ'એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આમાં જોન અબ્રાહમે નેગેટિવ રોલ કરીને વર્ચસ્વ જમાવ્યું હતું. તેની એક્શન સ્ટાઈલને ઘણી પસંદ કરવામાં આવી હતી. શાહરૂખ અને જોન વચ્ચે બે હાથ જોવા મળ્યા. લોકોને તેમની જોડી ખૂબ પસંદ આવી હતી. લોકોએ જ્હોનના ખૂબ વખાણ કર્યા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1050 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે, ફિલ્મે ભારતમાં 543.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમાં દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં હતી.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ