Juhi Chawla Birthday : જૂહી ચાવલાનો આ દિલચસ્પ કિસ્સો જાણીને દંગ રહી જશો

Juhi Chawla Birthday: જૂહીના અંગત જીવન વિશે વાત કરીએ તો તેણે વર્ષ 1995માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમને બાળકો પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન છે. જૂહી ચાવલાએ તેના ફિલ્મી કાર્યકાળમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો રિજેક્ટ કરી દીધી હતી. જેનું કારણ જાણીને તમે ચકિત થઇ જશો

Juhi Chawla Birthday: જૂહીના અંગત જીવન વિશે વાત કરીએ તો તેણે વર્ષ 1995માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમને બાળકો પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન છે. જૂહી ચાવલાએ તેના ફિલ્મી કાર્યકાળમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો રિજેક્ટ કરી દીધી હતી. જેનું કારણ જાણીને તમે ચકિત થઇ જશો

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Juhi Chawla| Juhi Chawla Birthday| Juhi Chawla Movies| Bollywood Movies

Juhi Chawla : બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલા ફાઇલ તસવીર

Juhi Chawla : બોલિવૂડની દિગ્ગજ અને ચૂલબુલી અભિનેત્રી જૂહી ચાવલાનું નામ બોલિવૂડની એ અભિનેત્રીઓમાં સામેલ છે જેમણે પોતાના અભિનયના દમ પર એક ખાસ વર્ચસ્વ બનાવ્યું છે. આજે જૂહી ચાવલા પોતાનો 56મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ તકે જૂહી ચાવલાની એવી દિલ્ચસ્પ વાત આ અહેવાલમાં વાંચો જે કદાચ જાણીને તમને આશ્ચર્ય થશે.

Advertisment

જૂહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર 1967ના રોજ અંબાલામાં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ જૂહીએ 1984માં મિસ ઈન્ડિયા સ્પર્ધાનો ખિતાબ જીત્યો હતો. આ પછી જુહીને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. તેણે 1986માં મલ્ટીસ્ટારર ફિલ્મ 'સલ્તનત'થી બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી લોકોના દિલ જીત્યા. પરંતુ વર્ષ 1988માં આવેલી ફિલ્મ 'કયામત સે કયામત તક' જૂહીના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. આ ફિલ્મમાં જૂહીના અભિનયની માત્ર પ્રશંસા જ નહીં, પરંતુ તે રાતોરાત સ્ટાર પણ બની ગઈ હતી. આ ફિલ્મમાં તેની સામે આમિર ખાન હતો.

જૂહી ચાવલા હિન્દી ઉપરાંત કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ, પંજાબી અને બંગાળી ભાષાની ફિલ્મોમાં જોવા મળી હતી. તેમની મુખ્ય ફિલ્મોમાં 'પ્રતિબંધ', 'બોલ રાધા' 'બોલ', 'ડર', 'દરાર', 'દીવાના મસ્તાના', 'યસ બોસ', 'ઇશ્ક', 'માય બ્રધર નિખિલ', 'ગુલાબી ગેંગ', 'એક લડકી કો દેખા તો ઐસા લગા' વગેરેનો સમાવેશ થાય છે.

ફિલ્મોમાં અભિનય ઉપરાંત જૂહીએ 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'અશોકા' તથા 'ચલતે ચલતે' સહિતની કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. આ સિવાય તે સોની ટીવીના રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ની જજ તરીકે પણ ફરજ બજવી ચૂકી છે. જુહી ચાવલા પર્યાવરણને પ્રોત્સાહન આપતી કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલી છે. તો અભિનેત્રી IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો પણ ભાગ છે.

Advertisment

જૂહી ચાવલાએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, પરંતુ તેણે એવી ફિલ્મોને પણ રિજેક્ટ કરી દીધી હતી જે સદાબહાર છે. જેમાં રાજા હિન્દુસ્તાની, બીવી નંબર 1, રાજા બાબૂ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જૂહીએ માધુરી દીક્ષિતની આઇકોનિક ફિલ્મ દિલ તો પાગલ હૈ ફિલ્મની પણ ઓફર ઠુકરાવી દીધી હતી. આ ફિલ્મ રિજેક્ટ કરવી એક્ટ્રેસની સૌથી મોટી ભૂલ હતી. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.

'દિલ તો પાગલ હૈ'માં માધુરી દીક્ષિત લીડ રોલમાં હતી અને જૂહી ચાવલાને સેકેંડ લીડ આપવામાં આવી હતી. તેથી તેણે આ ફિલ્મ કરવાથી ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : Tiger 3 : ફિલ્મ ટાઇગર 3 ની રિલીઝ પહેલા સલમાન ખાને લોકોને કરી વિનંતી, કહ્યું- ‘મને તમારા પર વિશ્વાસ છે કે…’

જૂહી ચાવલાએ વર્ષ 1995માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમને બાળકો પુત્રી જ્હાન્વી અને પુત્ર અર્જુન છે. જૂહી ચાવલા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ