શું તમને ખબર છે ભારતની સૌથી અમીર અભિનેત્રી કોણ છે? નેટવર્થ જાણી ચોંકી જશો

Richest Indian Actress Juhi Chawla Net Worth 2025: હુરૂન રિચ લિસ્ટ 2025 મુજબ જુહી ચાવલા ₹7,790 કરોડની સંપત્તિ સાથે ભારતની સૌથી ધનિક અભિનેત્રી છે. જાણો જુહી ચાવલાની કમાણીના સ્ત્રોત, IPL ટીમની માલિકી અને વૈભવી જીવનશૈલી વિશે.

Richest Indian Actress Juhi Chawla Net Worth 2025: હુરૂન રિચ લિસ્ટ 2025 મુજબ જુહી ચાવલા ₹7,790 કરોડની સંપત્તિ સાથે ભારતની સૌથી ધનિક અભિનેત્રી છે. જાણો જુહી ચાવલાની કમાણીના સ્ત્રોત, IPL ટીમની માલિકી અને વૈભવી જીવનશૈલી વિશે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Juhi Chawla, જુહી ચાવલા, Richest Indian Actress Juhi Chawla Net Worth 2025

બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા

Richest Indian Actress Juhi Chawla Net Worth 2025: બોલિવૂડની ગ્લેમરસ દુનિયામાં મોટાભાગના લોકો અભિનેતાઓની કમાણી વિશે જ વાત કરે છે, પરંતુ 2025 ના હુરુન રિચ લિસ્ટ (Hurun Rich List) એ એક મોટો ખુલાસો કર્યો છે. આ લિસ્ટ મુજબ, અભિનેત્રી જુહી ચાવલા ₹7,790 કરોડની જંગી સંપત્તિ સાથે ભારતની સૌથી ધનિક અભિનેત્રી બની ગઈ છે.

Advertisment

આ આંકડો એટલો મોટો છે કે તેણે અક્ષય કુમાર (₹2,500 કરોડ), ઋતિક રોશન (₹2,160 કરોડ) અને અમિતાભ બચ્ચન (₹1,630 કરોડ) જેવા દિગ્ગજ પુરુષ કલાકારોને પણ પાછળ છોડી દીધા છે.

જુહી ચાવલાની કુલ સંપત્તિ માત્ર તેના લાંબા સમયના મિત્ર અને બિઝનેસ પાર્ટનર શાહરૂખ ખાન (₹12,490 કરોડ) થી જ પાછળ છે. આ આંકડાઓ દર્શાવે છે કે જુહી ચાવલા હવે એક અભિનેત્રી કરતાં એક સફળ ઉદ્યોગપતિ તરીકે વધુ ઓળખ ધરાવે છે.

ફિલ્મો હવે આવકનો મુખ્ય સ્ત્રોત નથી

અન્ય અભિનેત્રીઓથી વિપરીત, જુહી ચાવલાની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો નથી. ફિલ્મો ઉપરાંત અન્ય બિઝનેસ થકી તેણી કરોડોની સંપત્તિની માલિક બની છે. 1990 ના દાયકામાં ટોચની સ્ટાર રહ્યા પછી તેણે 2000 ની શરૂઆતથી ફિલ્મોમાં કામ ઘટાડી દીધું હતું. તેની છેલ્લી ફિલ્મ છ વર્ષ પહેલા રિલીઝ થઈ હતી.

Advertisment

જોકે તેણે 2000 ના દાયકાની શરૂઆતમાં શાહરૂખ અને ફિલ્મ નિર્માતા અઝીઝ મિર્ઝા સાથે મળીને 'ડ્રીમ્ઝ અનલિમિટેડ' પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું, જોકે 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની' અને 'ચલતે ચલતે' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ ન થતાં આ સાહસ બંધ કરવું પડ્યું હતું.

ક્રિકેટ, સિમેન્ટ અને રિયલ એસ્ટેટમાં જુહીનો માસ્ટર સ્ટ્રોક

જુહી ચાવલાની જંગી સંપત્તિ પાછળનું મુખ્ય કારણ તેમના અને તેમના ઉદ્યોગપતિ પતિ જય મહેતા ના વ્યૂહાત્મક રોકાણો છે:

ક્રિકેટની ભાગીદારી (KKR)

જુહી ચાવલા માટે શાહરૂખ ખાન સાથેની સૌથી સફળ ભાગીદારી 2008 માં આવી, જ્યારે તેણે પતિ જય મહેતા સાથે મળીને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) IPL ટીમમાં સહ-રોકાણ કર્યું હતું. ટીમ શરૂઆતમાં ₹600 કરોડની કિંમતે ખરીદવામાં આવી હતી.

આ પણ વાંચો - વર્ષ 2025માં બોક્સ ઓફિસ કિંગ કોણ રહ્યું? આ ફિલ્મોએ તોડી નાખ્યા કમાણીના બધા રેકોર્ડ

The Financial Express મુજબ, KKR એ 2024 માં IPL ટાઇટલ જીત્યા બાદ તેનું વર્તમાન મૂલ્યાંકન ₹9,000 કરોડ પર પહોંચી ગયું છે, જે જુહીની સંપત્તિમાં સૌથી મોટો ઉછાળો છે.

સિમેન્ટ જાયન્ટમાં રોકાણ

    જુહી અને જય મહેતાનું સિમેન્ટ જાયન્ટ સૌરાષ્ટ્ર સિમેન્ટ માં પણ મોટું રોકાણ છે, જે ભારતના કન્સ્ટ્રક્શન સેક્ટરમાં મજબૂત હોલ્ડ ધરાવે છે.

    રિયલ એસ્ટેટ અને રેસ્ટોરન્ટ્સ

      રિયલ એસ્ટેટ: જુહી અને જય મહેતાએ વિશ્વભરમાં અને મુંબઈમાં અનેક મુખ્ય મિલકતોમાં રોકાણ કર્યું છે. તેઓ હાલમાં મુંબઈના સૌથી વૈભવી સ્થળોમાંના એક મલબાર હિલ ખાતે સમુદ્ર કિનારે આવેલ વિશાળ મકાનમાં રહે છે.

      હોસ્પિટાલિટી: મુંબઈમાં તે બે હાઇ-એન્ડ રેસ્ટોરન્ટ્સ પણ ધરાવે છે. કાલા ઘોડામાં 'રુ ડુ લિબાન' (લેબનીઝ) અને બાંદ્રામાં 'ગુસ્ટોસો' (ઇટાલિયન કાફે).

      આમ, જુહી ચાવલાએ સાબિત કર્યું છે કે બોલિવૂડની સફળતા કરતાં પણ વધુ, વિવેકપૂર્ણ વ્યવસાયિક સાહસો અને વ્યૂહાત્મક રોકાણ જ લાંબા ગાળે સાચી સંપત્તિનું સર્જન કરે છે.

      celebrities મનોરંજન ન્યૂઝ